નવી દિલ્હી: ક્લબ ફૂટબોલ 2007 પછી પ્રથમ વખત રવિવારે એવું બનશે કે જ્યારે બે દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી એલ-ક્લાસિકો ગેમમાં આમને સામને જોવા મળશે નહીં. સ્પેનિશ લીગ લા લીગમાં રિયલ મેડ્રિડ અને એફસી બાર્સિલોનાની વચ્ચે યોજાવનરી મેચને એલ-ક્લાસિકો કહેવામાં આવે છે. રિયલ અને બાર્સિલોનાની વચ્ચે આ 238મી મેચ થશે. તેમાં રિયલ 95 અને બાર્સિલોનાએ 93 મેચ જીતી છે. ભારતમાં એલ-ક્લાસિકો મેચનું પ્રસારણ સોની નેટ્વર્ક્સની ચેનલ પર આવશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:45 વાગે શરૂ થવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોર્ટુગલના રોનાલ્ડો 9 વર્ષ સુધી રિયલ મેડ્રિડમાં રહ્યા બાદ 2018-2019 સીઝનની શરૂઆત પહેલાથી જ ઈટાલિયન ક્લબ જુવેન્ટસમાં શામેલ થઇ ગયો છે. જ્યારે એર્જેટીનાનો મેસી ગત લીગ મેચમાં સેવિલાની સામે ઇજાગ્રસ્ત થવાના કારણે રવિવારે આ ટીમમાં ભાગ લેશે નહી.


રોનાલ્ડો અને મેસીએ ગત 10 વર્ષથી તેમની રમતથી દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ વિશ્વ સ્તરીય નથી અને દેશમાં ફુટબોલ ક્લબ પણ અત્યારે શરૂઆતના ચરણમાં છે. તેમ છતાં અહીંયા રોનાલ્ડો અને મેસી ખુબ જ ફેમસ છે. આ બન્નેના કારણે ભારતમાં સ્પેનિશ લીગની લોકપ્રિયતા વધી રહી છે. ભારતમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)ના મોટા પ્રમાણમાં દર્શકો છે, પરંતુ ગત 10 વર્ષમાં આ બન્ને ખેલાડીઓના કારણે દેશમાં સ્પેનિશ લીગને પણ એક અલગ ઓળખ મળી છે.


આ ઉપરાંત, સ્પેનિશ કોચ પેપ ગાર્ડિયોલા દ્વારા શોધ કરાયેલ ટીકી-ટાવા (શોર્ટ પેસેજની પ્લેઇંગ સ્ટાઇલ)ને જ્યાં એક તરફ બાર્સિલોનાને સફળતાના શિખર પર પહોચાડી છે. ત્યારે બીજીબાજુ ભારતમાં દર્શકોને સ્પેનિશ ફુટબોલના ફેન બનાવી દીધા છે. લીગની લોકપ્રિયતા હોવાના કારણે આંદ્રેસ ઇનિએસ્તા, ગારેથ બેલ,. લુઇશ સુઆરેજ અને સર્ઝિયો રામોસ પણ ભારતીય દર્શકોના પસંદગીના ખેલાડીઓ છે.


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચાવ માટે અહીં ક્લિક કરો...