Wimbledon 2019: વિમ્બલ્ડન ફાઇનલમાં આજે જોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
37 વર્ષીય ફેડરર અને 32 વર્ષીય જોકોવિચ વચ્ચે અત્યાર સુધી કુલ 47 મેચ રમાઇ છે. તેમાં જોકોવિચે 25 અને ફેડરરે 22મા જીત હાસિલ કરી છે.
લંડનઃ આઠ વખતનો વિમ્બલ્ડન વિજેતા રોજર ફેડરરનો મુકાબલો રવિવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ સામે થશે. સ્વિટ્ઝર્લેન્ડના ફેડરરનો ચાર વખતના વિમ્બલ્ડન વિજેતા જોકોવિચ વિરુદ્ધ રેકોર્ડ સારો રહ્યો છે. છેલ્લા 4 વર્ષમાં રમાયેલી 10 મેચમાં જોકોવિચ વિરુદ્ધ ફેડરર માત્ર 2 વખત જીત મેળવી શક્યો છે.
હેડ ટૂ હેડ
37 વર્ષીય ફેડરર અને 32 વર્ષીય જોકોવિચ વચ્ચે અત્યાર સુધી કુલ 47 મેચ રમાઇ છે. તેમાં જોકોવિચે 25 અને ફેડરરે 22મા જીત હાસિલ કરી છે. વિમ્બલ્ડનમાં અત્યાર સુધી ચાર મુકાબલામાં જોકોવિચે 3 વખત ફેડરરને હરાવ્યો છે. તેમાં સર્બિયાના ખેલાડીએ 2014 અને 2015ના વિમ્બલ્ડન ફાઇનલમાં ફેડરરને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 2012 વિમ્બલ્ડન સેમિફાઇનલમાં ફેડરરને એકમાત્ર જીત મળી હતી. ગ્રાન્ડસ્લેમમાં બંન્ને ખેલાડી 15 વખત આમને-સામને થયા, જેમાં 9 મુકાબલા જોકોવિચ અને 6 ફેડરરને નામે રહ્યાં છે.
World Cup 2019 NZvsENG: લોર્ડ્સમાં આજે ઐતિહાસિક ફાઇનલ, ક્રિકેટને મળશે નવો વિશ્વ ચેમ્પિયન
ફેડરરની 12 અને જોકોવિચની છઠ્ઠી ફાઇનલ
આ પહેલા ફેડરર 11 વિમ્બલ્ડન ફાઇનલ રમી ચુક્યો છે. તે અત્યાર સુધી 8 વખત ટાઇટલ જીતી ચુક્યો છે. ત્રણ વારમાંથી બે વાર 2009 અને 2012મા જોકોવિચે તેને ફાઇનલમાં હરાવ્યો હતો. એકવાર નડાલે 2017ના ફાઇનલમાં ફેડરરને હરાવ્યો હતો. તો જોકોવિચે ચાર વખત વિમ્બલ્ડનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. એકવાર તેને 2013મા એન્ડી મરેએ પરાજય આપ્યો હતો.
ફેડરરે 11 વર્ષ બાદ વિમ્બલ્ડનમાં નડાલને હરાવ્યો
ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં ફેડરરે નડાલને 7-6 (7/3), 1-6, 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. આ તેની 31મી ગ્રાન્ડસ્લેમ ફાઇનલ છે. ફેડરરે આ ટૂર્નામેન્ટમાં 11 વર્ષ બાદ નડાલને પરાજય આપ્યો હતો. આ પહેલા 2008ના ફાઇનલમાં નડાલે ફેડરરને 6-4, 6-4, 7-6, 7-6, 9-7 હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તો જોકોવિચે સેમિફાઇનલમાં રોબર્ટો બોતિસ્તા એગુડને 6-2, 4-6, 6-3, 6-2થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અગુટની આ પ્રથમ વિમ્બલ્ડન સેમિફાઇનલ હતી.
વિશ્વકપ વિજેતા ટીમને મળશે 28 કરોડ રૂપિયા, રોહિત સહિત 6 ખેલાડી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં
ફેડરરે સૌથી વધુ 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા
વિશ્વમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ મામલામાં 20 ટાઇટલ સાથે ફેડરર ટોપ પર છે. જોકોવિચે 15 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યાં છે. ફેડરરે 8 વિમ્બલ્ડન, 6 ઓસ્ટ્રેલિયન ઓપન, 5 યૂએસ ઓપન અને એક ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું છે. તો જોકોવિચે સૌથી વધુ 7 વખત ઓસ્ટ્રેલિયન ઓપન, 4 વિમ્બલ્ડન, 3 યૂએસ ઓપન અને 1 ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે.