Shocking...તાલિબાનીઓમાં સામેલ થઈ ગયો આ અફઘાન ક્રિકેટર, પછી કરી શરમજનક હરકત!
હાલમાં જ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ હામિદ શિનવારીએ સ્પષ્ટતા કરી હતી કે તાલિબાની ક્રિકેટ પસંદ કરે છે અને તેમનાથી આ ખેલને કોઈ નુકસાન થશે નહી. પરંતુ હવે એક નવો ફોટો સામે આવ્યો છે જેણે અનેક સવાલો ઊભા કર્યા છે.
નવી દિલ્હી: હાલ અફઘાનિસ્તાનમાં ખૂંખાર આતંકી સંગઠન તાલિબાને સમગ્ર દેશ પર પોતાનો કબજો જમાવી લીધો છે. આ દેશથી છાશવારે તાલિબાનની નાપાક હરકતોના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હવે તાલિબાનની નજર અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પડી છે. ચોંકાવનારી વાત એ છે કે હાલમાં જ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ હામિદ શિનવારીએ સ્પષ્ટતા કરી હતી કે તાલિબાની ક્રિકેટ પસંદ કરે છે અને તેમનાથી આ ખેલને કોઈ નુકસાન થશે નહી. પરંતુ હવે એક નવો ફોટો સામે આવ્યો છે જેણે અનેક સવાલો ઊભા કર્યા છે.
તાલિબાનથી હવે ક્રિકેટને જોખમ
વાત જાણે એમ છે કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ મીડિયા મેનેજર અને પત્રકાર ઈબ્રાહિમ મોહમ્મદે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં બંદૂકોથી લેસ તાલિબાની એક હોલમાં જોવા મળે છે. અત્રે જણાવવાનું કે આ હોલ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનું મુખ્યાલય છે. તસવીર શેર કરતા ઈબ્રાહિમ મોહમ્મદે પોતે આ જાણકારી લોકોને આપી છે.
Kabul પર કબજા બાદ કેમ ચૂપચાપ બેસી રહ્યું છે તાલિબાન? આ છે મોટું કારણ
સાથે આ ક્રિકેટર જોવા મળ્યો
આ ફોટામાં એક ચોંકાવનારી વસ્તુ એ જોવા મળી કે અફઘાનિસ્તાનનો જ પૂર્વ ક્રિકેટર અબ્દુલ્લાહ મજારી પણ તાલિબાનીઓ સાથે ફોટામાં હાજર હતો. 2010માં અફઘાનિસ્તાન માટે ડેબ્યુ કરનારા મજહારીએ 2 ઈન્ટરનેશનલ વનડે મેચ રમી છે. આ ઉપરાંત મજહારીએ 21 ફર્સ્ટક્લાસ, 16 લિસ્ટ એ અને 13 ટી-20 મેચ પણ રમી છે.
US રાષ્ટ્રપતિ જો બાઈડેને તાલિબાનને આપી ખુલ્લી ચેતવણી, '......તો અંજામ ભયાનક હશે'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube