US રાષ્ટ્રપતિ જો બાઈડેને તાલિબાનને આપી ખુલ્લી ચેતવણી, '......તો અંજામ ભયાનક હશે'
અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને લઈને આકરી ટીકાનો સામનો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ફરીથી સ્પષ્ટીકરણ આપ્યું છે.
Trending Photos
વોશિંગ્ટન: અફઘાનિસ્તાન (Afghanistan) ની હાલની સ્થિતિને લઈને આકરી ટીકાનો સામનો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) ફરીથી સ્પષ્ટીકરણ આપ્યું છે. પોતાના નાગરિકો અને સહયોગીઓને બહાર કાઢવામાં થઈ રહેલી મુશ્કેલીઓ અંગે તેમણે કહ્યું કે અમે કાબુલ એરપોર્ટને સુરક્ષિત બનાવ્યું છે. તેમણે અફઘાનિસ્તાનના ભવિષ્યને લઈને નિવેદન આપવાનો જો કે ઈન્કાર કરી દીધો. હાલ અફઘાનિસ્તાનમાં 6000થી વધુ અમેરિકી સૈનિકો તૈનાત છે.
બધાને સુરક્ષિત રીતે બહાર કાઢીશું
વ્હાઈટ હાઉસમાં બાઈડેને કહ્યું કે અમે કાબુલ એરપોર્ટને સુરક્ષિત બનાવ્યું છે જેનાથી માત્ર સૈન્ય ઉડાણો જ નહીં પરંતુ અન્ય દેશોના નાગરિક ચાર્ટર, નાગરિકો અને નબળા અફઘાનીઓને બહાર કાઢનારા બિન સરકારી સંગઠનોની કામગીરીને ફરીથી શરૂ કરવા માટે ફ્લાઈટ્સ સક્ષમ થઈ રહી છે. તેમણે અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકી નાગરિકોને વચન આપ્યું કે અમે તમને સુરક્ષિત રીતે બહાર કાઢીશું.
અત્યાર સુધીમાં 18 હજાર લોકોને બહાર કાઢ્યા
તેમણે કહ્યું કે અમેરિકી સરકાર કાબુલ એરપોર્ટના માધ્યમથી અમેરિકીઓ અને અન્ય વિદેશીઓ તથા નબળા અફઘાનીઓને તાલિબાનથી બચાવવા માટે એક મોટા પાયે એરલિફ્ટ ઓપરેશન ચલાવી રહી છે. તેમણે જણાવ્યું કે અમે જુલાઈથી લઈને અત્યાર સુધીમાં 18000થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. 14 ઓગસ્ટના રોજ અમારું સૈન્ય એરલિફ્ટ શરૂ થયા બાદ અમે લગભગ 13000 લોકોને (કાબુલથી) સુરક્ષિત કાઢી ચૂક્યા છે.
We have almost 6,000 troops on the ground providing runway security & to the mountain division standing guard around the airport (in Kabul, Afghanistan) & marine assisting civilian departure. This is one of the largest & most difficult airlifts in history: US President Joe Biden
— ANI (@ANI) August 20, 2021
અફઘાનિસ્તાનમાં 6 હજાર અમેરિકી સૈનિકો તૈનાત
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે હાલ અફઘાનિસ્તાનની ધરતી પર અમારા 6000 જવાનો તૈનાત છે. આ જવાનો કાબુલ એરપોર્ટના રનવેને સુરક્ષા આપી રહ્યા છે. કાબુલ એરપોર્ટની આજુબાજુ માઉન્ટેન ડિવિઝનના મરીન કમાન્ડો નાગરિકોને ફ્લાઈટ પકડવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે આ ઈતિહાસના સૌથી મોટા અને સૌથી કપરા એરલિફ્ટ્સમાંથી એક છે.
31 ઓગસ્ટ સુધી પૂર્ણ વાપસીનું લક્ષ્ય
અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોને પાછા બોલાવવાની અમેરિકીની 31 ઓગસ્ટની સમય મર્યાદા પહેલા હજારો લોકોને હજુ બહાર કાઢવાના બાકી છે. જો કે હવે આ અભિયાનમાં તેજી આવી છે. એક રક્ષા અધિકારીએ જણાવ્યું કે લગભગ 250 અમેરિકીઓ સહિત 5700 જેટલા લોકોને 16સી-17 પરિવહન વિમાનથી કાબુલથી બહાર લઈ જવાયા. છેલ્લા બે દિવસમાં લગભગ 2000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
This evacuation mission is dangerous, it involves risks to arm forces & is being conducted under difficult circumstances. I can't promise what the final outcome will be or what it'll be, that will be without risk of loss: US President Joe Biden pic.twitter.com/3M8mQ3TYqr
— ANI (@ANI) August 20, 2021
અફઘાનિસ્તાન પર હાલ મોટું સંકટ- બાઈડેન
લોકોને સુરક્ષિત બહાર કાઢવાના આ મિશન અંગે રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે આ મિશન ખુબ ખતરનાક છે. તેમાં સશસ્ત્ર દળો માટે જોખમ સામેલ છે અને તેને ખુબ જ કપરી સ્થિતિઓમાં સંચાલિત કરવામાં આવી રહ્યું છે. હું વચન નથી આપી શકતો કે અંતિમ પરિણામ શું હશે, પરંતુ તે નુકસાનના જોખમ વગર હશે.
તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન પર હાલ મોટું સંકટ છે. અમે 20 વર્ષ સુધી અફઘાનિસ્તાન સાથે મળીને કામ કર્યું. અમે ગંભીરતાથી કામ કર્યું. તેમણ જેલમાંથી નીકળેલા આતંકીઓ તરફથી હુમલો થવાની આશંકા વ્યક્ત કરતા કહ્યું કે જેલમાંથી નીકળેલા આતંકીઓ હુમલો કરી શકે છે. આઈએસના આતંકી સૌથી મોટો ખતરો બની શકે છે. બાઈડેને કહ્યું કે તેમણે તાલિબાનને સ્પષ્ટ કરી દીધુ છે કે જો કોઈ પણ અમેરિકી નાગરિક કે સૈનિકને નુકસાન પહોંચાડ્યું તો અંજામ ભયાનક હશે.
અફઘાનિસ્તાનમાં અમારું કામ પૂરું થયું-બાઈડેન
રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે નાટોના દેશ અમેરિકા સાથે છે. નાટોના દેશ અમેરિકાના નિર્ણય સાથે સહમત છે. અફઘાનિસ્તાનમાં અમારું કામ પૂરું થઈ ગયું છે. અમે ગંભીરતાથી અમારા કામને અંજામ આપ્યો. અફઘાનિસ્તાનથી હવે યુદ્ધ ખતમ કરવાનો સમય આવી ગયો છે. અફઘાન મહિલાઓ અંગે તેમણે કહ્યું કે દુનિયાભરના લોકો અફઘાન મહિલાઓ માટે પ્રાર્થના કરે.
આઈએસઆઈએસના આતંકીઓનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે તાલિબાન માટે અફઘાનિસ્તાનમાં હાલાત મુશ્કેલ છે. આઈએસઆઈએસના આતંકવાદીઓ વધુ ખતરનાક છે. અન્ય આતંકી સંગઠનો મોટું જોખમ બની શકે છે. તેમણે કહ્યું કે અફઘાન સંકટ પર અમે આગામી અઠવાડિયે જી-7ની બેઠક બોલાવવા પર સહમતિ વ્યક્ત કરી છે. અમારી ફ્રાન્સ, બ્રિટન અને જર્મની સાથે વાત થઈ છે.
હચમચાવી નાખનારું રહ્યું ગત અઠવાડિયું- બાઈડેન
રાષ્ટ્રપતિ જો બાઈડેને ગત સપ્તાહને 'હચમચાવી નાખનારું' ગણાવ્યું. પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમનું પ્રશાસન લોકોને બહાર કાઢવાના કાર્યને સુચારું અને ગતિ આપવા માટે આકરી મહેનત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે આપણામાંથી કોઈ પણ આ તસવીરો જોઈ શકે છે અને માનવીય સ્તર પર તે દર્દને કોઈ મહેસૂસ કરી શકે નહીં.
બાઈડેને કહ્યું કે, પરંતુ હવે આ કામને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. અમેરિકી અધિકારીઓએ કહ્યું કે કાબુલ એરપોર્ટ પર ફ્લાઈટ્સ શુક્રવારે અનેક કલાકો માટે બંધ થઈ હતી જો કે બપોર બાદ ફરીથી ફ્લાઈટ્સ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે આગામી કેટલાક કલાકોમાં કાબુલથી 3 ફ્લાઈટ્સ જઈ રહી છે અને કદાચ 1500 લોકોને લઈ જવાની આશા છે. વોશિંગ્ટનમાં, અનેક સાંસદોએ બાઈડેન પ્રશાસનને કાબુલ એરપોર્ટની બહાર સુરક્ષા ઘેરાનો વિસ્તાર કરવાનું આહ્વાન કર્યું જેથી કરીને વધુમાં વધુ લોકો ફ્લાઈટ્સ માટે એરપોર્ટ સુધી પહોંચી શકે.
અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિ જો બાઈડેને અફઘાનિસ્તાન પર તાબિલાનના કબજા બાદ 16 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે અમે અફઘાન જનતાને સમર્થન ચાલુ રાખીશું. અમે અમારી કૂટનીતિ, પોતાના આંતરરાષ્ટ્રીય પ્રભાવ અને પોતાની માનવીય સહાયતા સાથે નેતૃત્વ કરીશું. અમ ક્ષેત્રીય કૂટનીતિ અને પરસ્પર સંબંધો પર, ભાર આપતા રહીશું જેથી કરીને હિંસા અને અસ્થિરતાથી બચાવી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે