એડિલેડઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બૈરી જર્મન (Barry Jarman) નું 84 વર્ષની ઉંમરમાં બીમારી બાદ નિધન થઈ ગયું છે. 23 વર્ષની ઉંમરે 1959માં ભારત વિરુદ્ધ કાનપુરમાં પર્દાપણ કરનાર બૈરી વિકેટકીપર હતા અને તેમણે ઓસ્ટ્રેલિયા માટે 1969 સુધી કુલ 19 મેચ રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1968ના એશિઝ પ્રવાસ પર નિયમિત કેપ્ટન બિલ લોરી (Bill Lawry) ના ઈજાગ્રસ્ત થયા બાદ તેમણે એક મેચમાં પોતાની ટીમની આગેવાની કરી હતી. આ મેચ ડ્રો રહી હતી અને ઓસ્ટ્રેલિયાએ એશિઝ પોતાના નામે કરી હતી. ઓસ્ટ્રેલિયાના 33માં કેપ્ટન બૈરીએ પોતાના દેશના તે 5 વિકેટકીપરોમાં રહ્યં જેમણે પોતાના દેશની આગેવાની કરી છે. 


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન જારી શોક વ્યક્ત કર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, અમે બૈરી જર્મનના નિધનથી દુખી છીએ. તેઓ ઓસ્ટ્રેલિયાની પુરૂષ ટીમના 33માં કેપ્ટન હતા. તેઓ 84 વર્ષના હતા. અમારી તેમની પત્ની ગાયનર અને બાળકો ક્રિસ્ટન, ગેવિન, જેસન અને એરિનની સાથે સહાનુભૂતિ છે. 


બૈરી 1990માં એકવાર ફરી ચર્ચામાં આવ્યા હતા જ્યારે આઈસીસીએ આંતરરાષ્ટ્રીય મેચમાં તટસ્થ મેચ રેફરીઓની નિમણૂક કરી હતી. તેમણે 1995થી 2001 સુધી 25 ટેસ્ટ અને 28 વનડેમાં રેફરીની ભૂમિકા ભજવી હતી॥ 1998માં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જમૈકામાં રમાયેલી ટેસ્ટ મેચ પણ સામેલ છે, જે ખરાબ પિચને કારણે અડધી કલાકમાં રદ્દ થઈ ગઈ હતી.