વિશ્વ કપમાં ભારત વિરુદ્ધ હારનો ક્રમ તોડી શકે છે પાકિસ્તાનઃ ઇંઝમામ
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામે કહ્યું કે, ભારત વિરુદ્ધ વિશ્વ કપ મેચોમાં તેની ટીમ હારનો ક્રમ તોડવામાં સફળ રહેશે. તેણે કહ્યું કે, વિશ્વકપનો મતલબ માત્ર ભારત વિરુદ્ધ રમાનારી મેચ નથી.
કરાચીઃ પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકને વિશ્વાસ છે કે તેની રાષ્ટ્રીય ટીમ 16 જૂને રમાનારી મેચમાં વિશ્વકપમાં ભારત વિરુદ્ધ છ હારનો ક્રમ તોડવામાં સફળ રહેશે. પાકિસ્તાન અત્યાર સુધી વિશ્વ કપમાં ક્યારેય ભારત વિરુદ્ધ જીતી શક્યું નથી, પરંતુ પૂર્વ ટેસ્ટ કેપ્ટનને લાગે છે કે આ વખતે બંન્ને કટ્ટર હરીફ માનચેસ્ટરમાં આમને-સામને હશે ત્યારે તેની ટીમ જીત નોંધાવવામાં સફળ રહેશે.
ઇંઝમામે કહ્યું, 'લોકો ભારત પાક મેચને ખુબ ગંભીરતાથી લે છે અને ઘણા તો ત્યાં સુધી કહે છે કે જો અમે ભારત વિરુદ્ધ માત્ર વિશ્વ કપમાં જીત મેળવીએ તો અમને ખુશી થશે.'
તેણે પાકિસ્તાન ક્રિકેટની એક વેબસાઇટને કહ્યું, 'મને આશે છે કે અમે ભારત વિરુદ્ધ વિશ્વ કપ મેચોમાં હારનો ક્રમ તોડવામાં સફલ રહીશું.' ઇંઝમામે કહ્યું કે, વિશ્વ કપનો મતલબ માત્ર ભારત વિરુદ્ધ રમાનારી મેચ નથી અને પાકિસ્તાનમાં અન્ય ટીમોને પણ હરાવવાની ક્ષમતા છે.
પાકિસ્તાન વનડેમાં સતત 10 હાર બાદ વિશ્વ કપમાં રમશે. તેણે પ્રેક્ટિસ મેચમાં અફગાનિસ્તાન વિરુદ્ધ પણ હારનો સામનો કરવો પડ્યો હતો.