World cup 1996: જયસૂર્યાએ શરૂઆતી 15 ઓવરમાં ઝડપથી રન બનાવવાનો ટ્રેન્ડ શરૂ કર્યો, શ્રીલંકા ચેમ્પિયન બન્યું

રણતુંગાની આ રણનીતિને સૌથી વધુ અમલી સનથ જયસૂર્યાએ બનાવી હતી. તેણે પહેલા 15 ઓવરોમાં ફીલ્ડિંગ રિસ્ટ્રિક્શંનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ફીલ્ડર્સના માથા ઉપરથી શોટ રમવાની રીત કાઢીને ઝડપથી રન બનાવ્યા.
 

World cup 1996: જયસૂર્યાએ શરૂઆતી 15 ઓવરમાં ઝડપથી રન બનાવવાનો ટ્રેન્ડ શરૂ કર્યો, શ્રીલંકા ચેમ્પિયન બન્યું

નવી દિલ્હીઃ 1996નો વિશ્વ કપ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાનીમાં રમાયો હતો. આ વિશ્વકપ પહેલા સુધી શ્રીલંકન ટીમને ક્રિકેટ જગતમાં ખુબ ગંભીરતાથી લેવામાં આવતી નહતી, કારણ કે ત્યાર સુધી તેનો સક્સેસ રેટ 29.05 ટકા હતો. પરંતુ તે વિશ્વકપમાં શ્રીલંકાએ કોઈપણ મેચ ન ગુમાવી અને ચેમ્પિયન બની હતી. વિશ્વ કપમાં પ્રથમવાર યજમાન ટીમ ચેમ્પિયન બની હતી. આ બધુ સફળ થયું શ્રીલંકાના તત્કાલીન કેપ્ટન અર્જુન રણતુંગાની શરૂઆતી 15 ઓવરોમાં ઝડપથી રન બનાવવાની રણનીતિને કારણે. 

રણતુંગાની આ રણનીતિને સૌથી વધુ અમલી સનથ જયસૂર્યાએ બનાવી હતી. તેણે પહેલા 15 ઓવરોમાં ફીલ્ડિંગ રિસ્ટ્રિક્શંનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ફીલ્ડર્સના માથા ઉપરથી શોટ રમવાની રીત કાઢીને ઝડપથી રન બનાવ્યા. વિપક્ષી ટીમ જ્યાં સુધી તેની આ રીતને નાકામ કરવાની યોજના બનાવી શકે ત્યાં સુધી શ્રીલંકા વિશ્વ કપ જીતી ચુક્યું હતું અને તે પ્લેયર ઓફ ધ સિરીઝ બની ચુક્યો હતો. 

શ્રીલંકાએ કેન્યા વિરુદ્ધ શરૂઆતી 15 ઓવરમાં ફટકાર્યા હતા 123 રન
1996 વિશ્વ કપ પહેલા તમામ ટીમોની રણનીતિ નવા બોલને સાવધાનીથી રમીને વિકેટ બચાવવા અને બાદની ઓવરોમાં ઝડપથી રન બનાવીને મોટો સ્કોર કરવાની હતી. પરંતુ શ્રીલંકાએ 1996માં આ રમતની દશા અને દિશા બંન્નેમાં પરિવર્તન લાવી દીધું હતું. તે વિશ્વ કપ પહેલા શરૂઆતી 15 ઓવરોમાં 50 થી 60 રન પર્યાપ્ત માનવામાં આવતા હતા. તો શ્રીલંકાએ તે વિશ્વકપમાં શરૂઆતી 15 ઓવરોમાં 110 કરતા વધુની એવરેજથી રન બનાવ્યા હતા. તેણે ભારત વિરુદ્ધ શરૂઆતી 15 ઓવરમાં 117, કેન્યા વિરુદ્ધ 123 રન બનાવ્યા હતા. ક્વાર્ટર ફાઇનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂઆતી 15 ઓવરોમાં 121 અને સેમીફાઇનલમાં ભારત વિરુદ્ધ 86 રન બનાવ્યા હતા. 

ટૂર્નામેન્ટમાં 130થી વધુની સ્ટ્રાઇક રેટે બનાવ્યા રન
જયસૂર્યાએ તે વિશ્વકપમાં 6 મેટ રમી હતી. આ દરમિયાન તેણે 36.83ની એવરેજ અને 131.54ની સ્ટ્રાઇક રેટથી 221  રન બનાવ્યા અને 7 વિકેટ પણ ઝડપી હતી. તેણે વિશ્વકપમાં પોતાની બીજી વનડે ભારત વિરુદ્ધ રમી હતી. જેમાં તેણે 76 બોલ પર 79 રન બનાવ્યા. તેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. કેન્યા વિરુદ્ધ આગામી મેચમાં તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 27 બોલ પર 44 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ક્વાર્ટર ફાઇનલ મેચમાં તેણે 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 44 બોલ પર 82 રનની ઈનિંગ રમી હતી. 

કરિયરના શરૂઆતી દિવસોમાં બોલર તરીકે હતી જયસૂર્યાની ઓળખ
જયસૂર્યાને તેના કરિયરના શરૂઆતી 5-6 વર્ષ સુધી એવો બોલર માનવામાં આવતો હતો, જે થોડી બેટિંગ કરી શકતો હતો. પરંતુ રણતુંગાએ તેની અંદરના સ્ટ્રોક પ્લેયરને બહાર કાઢ્યો. તેનું હેન્ડ-આઈ કોઓર્ડિનએશન જોવા લાયક હતું. જયસૂર્યાએ પોતાની પ્રથમ વનડે 26 ડિસેમ્બર 1989માં રમી હતી. ત્યારથી 1996 વિશ્વ કપ શરૂ થતાં પહેલા તેણે 99 વનડેમાં 19.73ની એવરેજથી 1179 રન બનાવ્યા હતા અને 71 વિકેટ ઝડપી હતી. પરંતુ 1996 વિશ્વકપ બાદથી જયસૂર્યા સ્થાપિત ઓપનર બની ગયો હતો. બાદમાં તેણે 336 વનડે રમી અને 13367 રન બનાવ્યા. જેમાં 27 સદી પણ સામેલ છે. આ દરમિયાન તેની એવરેજ 36.08 અને સ્ટ્રાઇક રેટ 93.97ની રહી હતી. તેણે 245 વિકેટ પણ ઝડપી હતી. 

વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ શ્રીલંકાના સક્સેસ રેટમાં 20 ટકાનો વધારો
શ્રીલંકાએ પ્રથમ વનડે 5 જાન્યુઆરી 1971ના રમી હતી. ત્યારથી 1996 વિશ્વ કપ શરૂ થતાં પહેલા તેણે 210 વનડે રમી હતી. તેમાંથી માત્ર 61માં જીત મળી અને 139માં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 10 મેચનું પરિણામ આવ્યું નહતું. તેની સફળતાની ટકાવારી માત્ર 29.05 ટકા હતી. 1996ના વિશ્વ કપ બાદથી અત્યાર સુધી 621 વનડે રમી છે. તેમાંથી તેણે 313માં જીત મેળવી છે જ્યારે 276માં હારનો સામનો કરવો પડ્યો છે. 5 મેચ ટાઈ રહી, જ્યારે 27નું પરિણામ આવી શક્યું નથી. તેનો સક્સેસ રેટ 50.40 ટકા સુધી પહોંચી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news