મુંબઇ: ભારતના સૌથી વયોવૃદ્ધ પ્રથમ શ્રેણી ક્રિકેટર વસંત રાયજી (Vasant Raiji)નું શનિવારે સવારે નિધન થઇ ગયું છે. તે 100 વર્ષના હતા. વસંત રાયજી જમણા હાથના બેટ્સમેન હતા. 1940ના દાયકામાં વસંત રાયજીએ કુલ 9 શ્રેણી મેચ રમી હતી અને કુલ 227 રન બનાવ્યા હતા. વસંત રાયજીએ મુંબઇ માટે રણજી ટ્રોફીમાં બરોડા વિરૂદ્ધ ઇનિંગ શરૂ કરી હતી. તે 1941ની બોમ્બે પેંટેંગુલરની હિંદુજ ટીમમાં રિઝર્વ ખેલાડી હતા. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ વસંત રાયજીએ લેખન કર્યું હતું. જોકે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. વર્ષ 2016માં બીજે ગુરૂદાચારના નિધન બાદ વસંત રાયજી દેશના સૌથી વયોવૃદ્ધ પ્રથમ શ્રેણીના ક્રિકેટર બન્યા હતા. આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ વસંત રાયજીએ પોતાનો 100મો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ ઉજવણીમાં સચિન તેંડુલકર અને સ્ટીવ વો (Steve Waugh) સામેલ થયા છે.



7 માર્ચના રોજ જોન મૈનર્સના નિધન બાદ વસંત રાયજી દુનિયાના સૌથી વયોવૃદ્ધ પ્રથમ શ્રેણી ક્રિકેટર બન્યા હતા. તેના નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે, સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ પણ ટ્વિટ કરી વસંત રાયજીને શ્રદ્ધાંજલિ આપી છે.