નવી દિલ્હીઃ રમત જગતે ગ્લવ્સ વિવાદ પર ધોનીનું સમર્થન કર્યું છે. ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ બીસીસીઆઈને એમએસ ધોનીના મામલાનો ઉકેલ લાવવાનું કહ્યું છે. પરંતુ પૂર્વ ભારતીય ફુટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયાનું માનવું છે કે, ધોનીએ નિયમોનું પાલન કરીને તેને હટાવી દેવો જોઈએ. ભૂટિયાએ એક ટીવી ચેનલને કહ્યું, એક ખેલાડીએ નિયમ અને દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ. જો આ તેની વિરુદ્ધ છે તો ધોનીએ તેને ન પહેરવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો ચેન્નઈ સુપરકિંગ્સના સાથી અને ભારતીય બેટ્સમેન સુરેશ રૈના સિવાય પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહ, લંડન ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલધારી યોગેશ્વર દત્ત અને ભારતીય દોડવીર હિમા દાસે ધોનીનું સમર્થન કર્યું છે. રૈનાએ ટ્વીટ કર્યું, આપણે બધાને આપણા દેશ પર પ્રેમ છે અને ધોનીને પણ તે છે, તે આપણા નાયકોના બલિદાનને સલામી આપી રહ્યો છે અને તેનું સન્માન કરી રહ્યો છે. તેને દેશભક્તિના રૂપમાં લેવું જોઈએ ન કે રાષ્ટ્રવાદના રૂપમાં. 



યોગેશ્વરે કહ્યું કે, આ ચિન્હને હટાવવું ભારતીય સેનાનું અપમાન હશે. તેણે લખ્યું, 'આઈસીસી દ્વારા આ બેજને હટાવવાની માગ ભારતીય સેનાના બલિદાનનું અપમાન નહીં પરંતુ ભારતીય સેનાનું પણ અપમાન હશે.' હિમા દાસે કહ્યું, 'ભારત ધોની ભાઈની સાથે છે. હું માહી ભાઈનું સમર્થન કરુ છું. જય હિંદ જય ભારત."



આરપી સિંહે લખ્યું, 'મારા માટે તે સમજવું મુશ્કેલ છે કે ધોની મેદાન પર ગ્લવ્સમાં ચિન્ન લગાવે છે તેનાથી આઈસીસીને શું સમસ્યા હોઈ શકે છે. તેના પ્રશંસક તેનાથી પ્રેરિત થાય છે અને તે પોતે લેફ્ટિનેન્ટ કર્નલ છે. આ ખુબ ચોંકાવનારી વાત છે.'