નવી દિલ્હી: પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન અને રાષ્ટ્રીય પસંદગીકારનું ગુરૂવારે ચેન્નઇમાં હાર્ટ એટેક આવતાં નિધન થઇ ગયું છે. તમિલનાડુના આ પૂર્વ બેટ્સમેન છ દિવસ બાદ 58મો જન્મદિવસ હતો. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. 


ચંદ્વશેખરે 1988 થી 1990 વચ્ચે સાત વનડે મેચ રહ્યા હતા જેમાં તેમણે 88 રન બનાવ્યા હતા પરંતુ સ્થાનિક સ્તરે તેમણે સારું પ્રદર્શન કર્યું હતું તથા 81  મેચોમાં 4999 રન બનાવ્યા હતા જેમાં અણનમ 237 રનનો સર્વોત્તમ સ્કોર રહ્યો હતો. જ્યારે ગ્રેગ ચેપલ ભારતીય ટીમના કોચ હતા ત્યારે તે રાષ્ટ્રીય કોચ પણ રહ્યા. ત્યારબાદ તેમણે ઘરેલૂ ક્રિકેટમાં કોમેન્ટ્રી પણ કરી હતી.