કોલકત્તાઃ જાણીતા ફુટબોલર મેહતાબ હુસૈન (Mehtab Hussain) પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાઈ ગયો છે અને તેમણે દેશની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મેહતાબ (34) દેશની મુખ્ય ક્લબો સાથે રમતો રહ્યો છે, જેમાં ઈસ્ટ બંગાળ (East Bengal)  અને મોહન બાગાન (Mohun Bagan) પણ સામેલ છે. તેમને પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ  (Dilip Ghosh)એ ભાજપનું સભ્ય પદ સોંપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિડફીલ્ડરના રૂપમાં રમનાર મેહતાબે રાજનીતિમાં આવ્યા બાદ કહ્યુ કે, તેઓ દેશની સેવા કરવા ઈચ્છે છે. તેમણે કહ્યુ, 'હું આ મુશ્કેલ પરિસ્થિતિમાં દેશની સેવા કરવા ઈચ્છુ છું, તેથી મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો. મેહતાબનો જન્મ 5 સપ્ટેમ્બર 1985મા કોલકત્તામાં થયો હતો. તે 10 સીઝન સુધી ઈસ્ટ બંગાળ માટે ફુટબોલ રમ્યો, આ દરમિયાન ટીમ 3 વખત ફેડરેશન કપની ચેમ્પિયન બની હતી.'


ફ્લિન્ટોફ બાદ ટેસ્ટમાં નંબર-1 ઓલરાઉન્ડર બનનાર પ્રથમ અંગ્રેજ ક્રિકેટર બન્યો સ્ટોક્સ  


આ સિવાય તે 2005થી લઈને 2015 સુધી ભારતીય ફુટબોલ ટીમનો સભ્ય પણ રહ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી તેણે 31 મેચ રમી અને બે ગોલ કર્યા હતા. ઈન્ડિયન સુપર લીગમાં 2014થી 2016 વચ્ચે તેણે કેરલા બ્લાસ્ટર્સ  (Kerala Blasters) માટે 38 મેચ રમી હતી. ઉલ્લેખનીય છે કે 2021મા પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભાજપે આ માટે તમામ શક્તિ કામે લગાવી દીધી છે. તો હવે આ સ્ટાર ફુટબોલરને સામેલ કરીને ભાજપ તેમની લોકપ્રિયતાનો પણ ફાયદો મેળવવા પ્રયાસ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર