નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના ક્રિકેટર ઇવેન ચૈટફીલ્ડ (Ewen Chatfield)એ 68 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર તરીકે ક્રિકેટ રમનાર ચૈટફીલ્ડે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત 1975માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓકલેન્ડમાં ટેસ્ટ રમીને કરી હતી. પોતાના કરિયર દરમિયાન ચૈટફીલ્ડે 43 ટેસ્ટ અને 114 વનડે મેચોમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ તેમણે 1989માં પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. હવે ચૈટફીલ્ડે 68 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

stuff.co.nz ને આપેલા ઈંન્ટરવ્યૂમાં સૌથી મોટી ઉંમરના નખેલાડીએ કહ્યું, તે સાંભળવામાં ભલે અજીબ લાગે પરંતુ મેં ક્રિકેટમાં મારા માપદંડ સેટ કરીને રાખ્યા. જ્યારે મને લાગ્યું કે, હું આ માપદંડ પર યોગ્ય ઉતરી શકું તેમ નથી ત્યારે મેં વિચાર્યું કે નિવૃતી લેવાનો સમય આવી ગયો છે. 



VIDEO: હાર્દિક પંડ્યાએ પકડ્યો સુપર મેન કેચ, વિલિયમસન લાચાર 
 


3 જુલાઈ 1950ના જન્મેલા ચૈટફીલ્ડે પોતાની અંતિમ મેચ નેઇને ઓલ્ડ બોયઝ ક્લબ તરફથી રમી હતી. આ મેચમાં તેઓ પ્રથમ બોલ પર આઉટ થઈ પેવેલિયન પરત ફર્યા હતા. ચેટફીલ્ડે તે સ્થાન પર નેઇને પાર્કમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. ચીટફીલ્ડે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 1989માં રમી હતી. તેમણે 43 ટેસ્ટમાં 123 વિકેટ મેળવી હતી. તેમણે ત્રણ વખત પાંચથી વધુ અને એક વખત 10થી વધુ વિકેટ ઝડપી હતી. 114 વનડે મેચોમાં ચેટફીલ્ડે 140 વિકેટ પોતાના નામે કરી હતી. 



રણજી ટ્રોફીઃ 'ધ વોલ' પૂજારાની અણનમ સદી, કર્ણાટકને હરાવી સૌરાષ્ટ્ર ફાઇનલમાં