નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) ના સન્માનમાં એક સ્ટેડિયમનું નામ કરવામાં આવ્યું છે. રાવલપિંડીના કેઆરએલ સ્ટેડિયમને હવે શોએબ અખ્તર સ્ટેડિયમ (Shoaib Akhtar Stadium) થી ઓળખવામાં આવશે. રાવલપિંડી એક્સપ્રેસ નામથી વિશ્વભરમાં જાણીતા આ ફાસ્ટ બોલરે સન્માન માટે બધાનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે, પોતાની ખુશી વ્યક્ત કરવા માટે તેની પાસે શબ્દ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વના સૌથી ફાસ્ટ બોલરે તસવીર શેર કરતા લખ્યુ- રાવલપિંડીના કેઆરએલ સ્ટેડિયમનું નામ બદલીને શોએબ અખ્તર સ્ટેડિયમ રાખવા પર વિનમ્ર અને સન્માનિત અનુભવી રહ્યો છું. આ સન્માનને વ્યક્ત કરવા માટે શબ્દ નથી. ખરેખર મારી પાસે પ્રેમ અને સન્માન, જે મને આટલા વર્ષોમાં મળ્યું છે, તે માટે બધાનો આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. 


IND vs ENG: પ્રથમ મેચમાં હાર બાદ શ્રેયસ અય્યરે જણાવ્યું ઈંગ્લેન્ડ વિરુદ્ધ શું રહેશે ટીમનો પ્લાન  


45 વર્ષીય ફાસ્ટ બોલરે પાકિસ્તાન માટે 46 ટેસ્ટ રમી અને 178 વિકેટ ઝડપી, જ્યારે 163 વનડેમાં 247 વિકેટ પોતાના નામે કરી. અખ્તરે 15 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 19 વિકેટ ઝડપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube