IND vs ENG: પ્રથમ મેચમાં હાર બાદ શ્રેયસ અય્યરે જણાવ્યું ઈંગ્લેન્ડ વિરુદ્ધ શું રહેશે ટીમનો પ્લાન

ભારતીય ટીમ આ મેચમાં પોતાના ત્રણ ફ્રંટલાઇન સ્પિનરો વોશિંગટન સુંદર, અક્ષર પટેલ અને યુજવેન્દ્ર ચહલ સાથે મેદાન પર ઉતરી હતી, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ચાર ફાસ્ટ બોલર સેમ કરન, ક્રિસ જોર્ડન, માર્ક વુડ અને જોફ્રા આર્ચરની સાથે મેદાન પર ઉતરી હતી. 

IND vs ENG: પ્રથમ મેચમાં હાર બાદ શ્રેયસ અય્યરે જણાવ્યું ઈંગ્લેન્ડ વિરુદ્ધ શું રહેશે ટીમનો પ્લાન

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ (IND vs ENG) પ્રથમ ટી20 મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાની આ હાર બાદ પ્રથમ મુકાબલામાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર શ્રેયસ અય્યરે કહ્યુ કે, અમે વધુમાં વધુ સ્પિનરો સાથે રમીશું અને અમારી આ રણનીતિ નહીં બદલે કારણ કે તે અમારી સૌથી મોટી તાકાત છે. ઈંગ્લેન્ડે ભારત તરફથી મળેલા 125 રનના લક્ષ્યને 27 બોલ બાકી રહેતા પૂરો કરી લીધો અને ભારતને 8 વિકેટે હાર મળી હતી. 

ભારતીય ટીમ આ મેચમાં પોતાના ત્રણ ફ્રંટલાઇન સ્પિનરો વોશિંગટન સુંદર, અક્ષર પટેલ અને યુજવેન્દ્ર ચહલ સાથે મેદાન પર ઉતરી હતી, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ચાર ફાસ્ટ બોલર સેમ કરન, ક્રિસ જોર્ડન, માર્ક વુડ અને જોફ્રા આર્ચરની સાથે મેદાન પર ઉતરી હતી. અય્યરે એએનઆઈ સાથે વાત કરતા કહ્યુ કે, અમે મેચ પહેલા આ વિકેટ પર પ્રેક્ટિસ કરી અને સ્પિનરોને અહીં ટર્ન મળી રહ્યો હતો. અમારો હજુ પણ તે પ્લાન છે કે અમે વધુમાં વધુ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરીશું કારણ કે આ અમારી સૌથી મોટી તાકાત છે અને અમે તેને બેક કરીશું. 

શ્રેયસે કહ્યુ કે, અમારે અમારા અપ્રોચમાં કોઈ પ્રકારના ફેરફારની જરૂર નથી. અમારી બેટિંગ લાઇનઅપ જુઓ જ્યાં પાવર હિટર્સની કોઈ કમી નથી. અમારી એક રણનીતિ હતી જેને ફોલો કરવી જરૂરી હતી કારણ કે વિશ્વકપ પહેલા તમામ વિકલ્પ જોવાના છે, તેમાંથી અમારા માટે શું યોગ્ય હોઈ શકે છે. આ મેચમાં રિષભ પંતને બેટિંગ કરવા માટે ઉપર મોકલવામાં આવ્યો અને અય્યર પાંચમાં સ્થાને આવ્યો હતો. તેને લઈને તેણે કહ્યું કે, આ ચિંતાની વાત નથી કારણ કે અમારે બેટિંગ ક્રમને લઈને થોડુ લચીલુ થવું પડશે. મેં મારી બેટિંગમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ માત્ર વિચારની વાત છે અને મેં સ્થિતિ પ્રમાણે બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ પ્રથમ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં રોહિતને તક ન આપી અને ટીમ ઈન્ડિયાના ટોપ ત્રણ બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ ગયા હતા. શિખર ધવન ચાર રન તો રાહુલ એક રન બનાવી આઉટ થયો હતો. તો કોહલી શૂન્ય પર આઉટ થયો હતો. અય્યરના 63 રનની મદદથી ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 124 રન બનાવવામાં સફળ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news