Zaka Ashraf Statement: પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ ઝાકા અશરફે પોતાના એક સનસનીખેજ નિવેદનમાં પાકિસ્તાન ટીમ માટે અનેક મોટા ખુલાસા કર્યા છે. ઝાકા અશરફના મતે પીસીબીએ વર્ષ 2012માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ પર ખેલાડીઓની પત્નીને જાસૂસી કરવા મોકલી હતી. આ નિવેદન બાદ ખળભળાટ મચી ગયો છે. ઝાકા અશરફે જણાવ્યું કે વર્ષ 2012-13માં ભારત પ્રવાસ પર પીસીબીએ પાકિસ્તાની ક્રિકેટરોની સાથે તેમની પત્નીઓને મોકલવામાં આવી હતી, જેથી ખેલાડીઓ પર નજર રાખી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ પીસીબી ચીફનો મોટો ખુલાસો
ઝાકા અશરફે ખુલાસો કર્યો છે કે વર્ષ 2012ની દ્વિપક્ષીય સીરિઝ દરમિયાન તેમણે પાકિસ્તાની ખેલાડીઓની ગતિવિધિઓને લઈને શંકા હતી. એટલા માટે તેમણે દરેક ખેલાડી સાથે તેમની પત્નીઓને મોકલવાની વ્યવસ્થા કરી. તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય સીરિઝ રમાઈ હતી. જાણકારોના મતે, પહેલા પણ પાકિસ્તાની ખેલાડી મેચ બાદ પાર્ટીઓમાં અય્યાશી કરતા જોવા મળતા હતા.


IPL 2022: જીત બાદ પણ ગુજરાત ટાઈટન્સના આ ખેલાડી પર ભડક્યા ફેન્સ, કહ્યું- આને એક્સ્ટ્રામાંથી પણ બહાર કાઢો


પીસીબીએ ઉઠાવ્યું હતું મોટું કદમ
ઝાકાા અશરફના મતે, પીસીબીનો ડર હતો કે ક્યાંક ભારતી મીડિયાના હાથમાં કંઈક આવી ગયું તો તેનાથી પીસીબી અને પાકિસ્તાનની છબીને મોટું નુકસાન થઈ શકે છે. અશરફની પહેલ પર એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખેલાડીઓની દરેક હરકતો પર નજર રાખવા માટે તેમની પત્નીઓ સાથે રહેશે. અશરફને લાગ્યું કે, 'જો પત્ની સાથે હશે તો ખેલાડીઓ મોડી રાત સુધી બહાર ભટકશે નહીં. પાકિસ્તાની ખેલાડીઓ પર નકેલ કસવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


તમામ ખેલાડીઓએ તેને સારી રીતે લીધો
ઝાકા અશરફે વધુમાં જણાવ્યું હતું કે, તમામ ખેલાડીઓએ આ નિર્ણયને સારી રીતે લીધો અને ભારત આવ્યા હતા. દરેક ખેલાડીઓ નિયમો અનુસાર રહ્યા હતા. દરેક વખતે જ્યારે પણ કોઈ પાકિસ્તાની ટીમ ભારતનો પ્રવાસ કરતી હતી, તો તેમનો દેશ હંમેશાં અમને ફસાવવા અને અમારા ખેલાડીઓ અને દેશની છબી ખરાબ કરવાની કોશિશ કરતું હતું. એટલા માટે આ ટેકનિક અપનાવીને દરેક ચીજોથી બચી શકાતું હતું. 2012-13 માં પાકિસ્તાની ટીમ 3 વનડે અને બે ટી20 મેચ રમવા ભારત આવી હતી. ટી20 સીરિઝમાં બરાબરી કરીને પુરી કરી હતી, જ્યારે વનડે સીરિઝમાં પાકિસ્તાની ટીમે જીત નોંધાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube