પૂર્વ દિગ્ગજોએ આ `યૉર્કર મેન`ને ગણાવ્યો આઈપીએલનો સર્વશ્રેષ્ઠ બોલર
પૂર્વ દિગ્ગજોએ આ `યૉર્કર મેન`ને ગણાવ્યો આઈપીએલનો સર્વશ્રેષ્ઠ બોલર
મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સના શ્રીલંકન ફાસ્ટ બોલર લસિથ મલિંગાને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ બોલર પસંદ કરવામાં આવ્યો છે. મલિંગાને આ સન્માન તેના સમકાલીન પૂર્વ ક્રિકેટરોએ આપ્યું છે, જે હવે કોમેન્ટ્રેટરની ભૂમિકા નિભાવી રહ્યાં છે.
મલિંગાને સ્ટાર સ્પોર્ટ્સના કોમેન્ટ્રેટરોએ સર્વશ્રેષ્ઠ માન્યો છે, જેમાં કેવિન પીટરસન, ડીન જોન્સ, મેથ્યૂ હેડન, આકાશ ચોપડા, ગ્રીમ સ્મિથ, સાઇમન ડૂલ, ઇયાન બિશપ અને ટોમ મૂડી સામેલ છે.
શ્રીલંકાનો આ બોલર પહેલા દસ બોલરોની શરૂઆતી યાદીમાં સામેલ હતો. તેણે ડેલ સ્ટેન, આશીષ નહેરા, સુનીલ નરેન અને જસપ્રીત બુમરાહ જેવા બોલરોને પાછળ છોડીને આ સન્માન હાંસિલ કર્યું છે.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસને પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે મલિંગાને પસંદ કરવાના નિર્ણયનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું, હું લસિથની સાથે છું. તેણે એવા યોર્કરનો સતત ઉપયોગ કર્યો, જેના વિશે દરેક વાત કરે છે. મલિંગા મારી પસંદ છે.
આઈપીએલની વાત કરીએ તો મલિંગાએ સર્વાધિક 170 વિકેટ ઝડપી છે. અમિત મિશ્રાએ 157 વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહ અને પીયૂષ ચાવલાના નામે સંયુક્ત રૂપે અત્યાર સુધી 150 વિકેટ નોંધાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube