39 વર્ષના કેરેબિયન ધુરંધર માર્લોન સૈમુઅલ્સે ક્રિકેટને કહ્યુ અલવિદા
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન માર્લોન સૈમુઅલ્સે બુધવારે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. સૈમુઅલ્સ વિન્ડિઝે જીતેલા બે ટી20 વિશ્વકપ (2012, 2016)ની ફાઇનલમાં ટોપ સ્કોરર રહ્યો હતો.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન માર્લોન સૈમુઅલ્સે બુધવારે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. સૈમુઅલ્સ વિન્ડિઝે જીતેલા બે ટી20 વિશ્વકપ (2012, 2016)ની ફાઇનલમાં ટોપ સ્કોરર રહ્યો હતો.
ઈએસપીએનક્રિકઇન્ફો અનુસાર, 39 વર્ષના માર્લોન સૈમુઅલ્સે આ વર્ષે જૂનમાં પોતાની નિવૃતી વિશે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)ને જાણ કરી હતી. તે છેલ્લે ડિસેમ્બર 2018મા બાંગ્લાદેશ સામે કેરેબિયન ટીમ માટે રમ્યો હતો.
સૈમુઅલ્સ કોલંબોમાં 2012ના ટી20 વિશ્વકપની ફાઇનલમાં જોરદાર ઈનિંગ રમીને ચર્ચામાં આવ્યો હતો. શ્રીલંકા વિરુદ્ધ તેણે 56 બોલમાં 78 રનની દમદાર ઈનિંગ રમી હતી. સાથે તેણે બોલિંગ કરતા 4 ઓવરમાં 15 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
IPL મેચમાં કોણ અનુષ્કાની આટલી સુંદર તસવીરો ક્લિક કરી રહ્યું હતું?
કોલકત્તામાં 2016ના ટી20 વિશ્વકપની ફાઇનલમાં સૈમુઅલ્સે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 4 વિકેટની જીતમાં 66 બોલ પર અણનમ 85 રન બનાવ્યા હતા. સૈમુઅલ્સે બંન્ને ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ હાસિલ કરવાની સિદ્ધિ મેળવી હતી.
સૈમુઅલ્સે પોતાના કરિયર દરમિયાન ઘણી ટી20 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યુ, જેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)મા દિલ્હી ડેયરડેવિલ્સ અને પુણે વોરિયર્સ સિવાય બિગ બેશ લીગ (બીબીએલ)મા મેલબોર્ન રેનેગેડ્સ સામેલ છે.
સૈમુઅલ્સે વેસ્ટ ઈન્ડિઝ તરફથી 71 ટેસ્ટ, 207 વનડે આંતરરાષ્ટ્રીય અને 67 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં તેના નામે 17 સદી સહિત 11134 રન છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 152 વિકેટ પણ ઝડપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube