વર્લ્ડ કપમાંથી બહાર થઈ મેસીની આર્જેન્ટીના, ફ્રાન્સે 4-3થી આપ્યો પરાજય
2 વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ આર્જેન્ટીના ફીફા વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડના પ્રથમ મેચમાં ફ્રાન્સની હાથે 3-4થી પરાજયનો સામનો કરવો પડ્યો છે.
કજાન (રૂસ): 2 વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ આર્જેન્ટીના ફીફા વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડના પ્રથમ મેચમાં ફ્રાન્સની હાથે 3-4થી પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીની ટીમની સફર વિશ્વકપના નોકઆઉટ રાઉન્ડમાં સમાપ્ત થઈ ગઈ અને ફ્રાન્સે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હાર બાદ મેસી નિરાશ જણાતો હતો.
ગત વિશ્વકપમાં રનર અપ ટીમ આર્જેન્ટીનાએ શરૂઆતમાં જ આક્રમક રમત દેખાડી પરંતુ 13મી મિનિટે મળેલી પેનલ્ટીને ફ્રાન્સે ગોલમાં બદલીને ટીમને 1-0ની લીડ અપાવી. આર્જેન્ટીનાએ મેચમા ઝડપ દેખાડી અને સફળતા 41મી મિનિટે મળી. એંજલ ડિ મારિયાઓ 41મી મિનિટે શાનદાર ગોલ કર્યો અને સ્કોર 1-1થી બરોબર કર્યો હતો.
હાફ ટાઇમ સુધી સ્કોર 1-1થી બરોબર રહ્યો પરંતુ હાફ ટાઇમની 3 મિનિટ બાદ જ આર્જેન્ટીનાએ લીડ મેળવી લીધી. સ્ટાર લિયોનેલ મેસીએ શોટ લગાવ્યો જેને ગૈબ્રિએલ મેરકાડાના પગ સાથે અથડાઈને ગોલપોસ્ટમાં પહોંચી ગયો. તેની 9 મિનિટ બાદ ફ્રાન્સે સ્કોર બરોબર કરી લીધો. ફ્રાન્સના બેંજામિન પવાર્ડે 57મી મિનિટે ગોલ કર્યો જેનાથી સ્કોર 2-2ની બરોબરી પર આવી ગયો.
એમ્બારેએ અપાવી લીડ
કાઇલિયન અમ્બાપેએ ફરી પોતાનો જલવો દેખાડ્યો અને 64મી મિનિટે શાનદાર ગોલ કરીને ફ્રાન્સને 3-2થી આગળ કરી દીધું. ફ્રાન્સની ટીમ આક્રમક અંદાજ બીજા હાફમાં બરકરાર રહ્યો અને એમ્બાપે 4 મિનિટ બાદ પોતાનો બીજો ગોલ કર્યો અને ફ્રાન્સે 4-2થી લીડ મેળવી લીધી.
બંન્ને ટીમની સફર
ગ્રુપ રાઉન્ડમાં આર્જેન્ટીનાએ શરૂઆતમાં આઇસલેન્ડ વિરુદ્ધ 1-1થી ડ્રો રમી ત્યારબાદ ક્રોએશિયા વિરુદ્ધ તેને 0-3 પરાજય થયો હતો. પોતાના અંતિમ ગ્રુપ મેચમાં આર્જેન્ટીનાએ નાઇઝીરિયાને 2-1થી પરાજય આપ્યો. જ્યારે ફ્રાન્સ ગ્રુપ રાઉન્ડમાં તમામ મેચ જીત્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયાને 2-1, પેરુને 1-0થી પરાજય આપ્યો ત્યારબાદ ડેનમાર્ક વિરુદ્ધ અંતિમ ગ્રુપ મેચ 0-0થી ડ્રો રમ્યો હતો.