પેરિસ: સાઈના નેહવાલે ફ્રેન્ચ ઓપન (French Open) બેટમિન્ટન ટૂર્નામેન્ટના પહેલા રાઊન્ડમાં જીત મેળવ્યા બાદ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. કિદાંબી શ્રીકાંત (Kidambi Srikanth), પારૂપલ્લી કશ્યપ (Parupalli Kashyap) અને સમીર વર્મા (Sameer Verma) હારનો સામનો કરવો પડ્યો છે. પીવી સિંધુ પણ બહાર થઇ ગઇ છે. આઠમાં નંબરની સાઈનાએ તેના પહેલા રાઉન્ડમાં હોંગકોંગની ચેયૂન એનગેન યીને 42 મિનિટ સુધી ચાલેલી મેચમાં 23-21, 21-17થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બાંગ્લાદેશ સામે ટી20 સિરીઝ માટે ટીમની પસંદગી, આ ખેલાડીને મળી શકે છે તક


સાઈના નેહવાલ (Saina Nehwal) પહેલી મેચમાં 11-14થી પાછળ હતી. ત્યારબાદ તેણે 18-18થી બરાબરી હાંસલ કરી અને ત્યાર પછી 23-21થી પહેલા રાઉન્ડમાં જીત મેળવી. બીજી ગેમમાં પણ બંને ખેલાડીઓની વચ્ચે સખત મુકાબલો જોવા મળ્યો હતો. પરંતુ સાઇનાએ તેના અનુભવનો સંપૂર્ણ ફાયદો ઉઠાવી 21-17થી ગેમ અને મેચ જીતી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. બીજો રાઉન્ડમાં સાઈના સામનો ડેનમાર્કની લાઇન હોઝમાર્કથી થશે.


આ પણ વાંચો:- સૌરવ ગાંગુલીની સામે 5 મોટા પડકાર, સરળ નથી 9 મહિનાનો કાર્યકાળ


પુરૂષ સિંગલ્સમાં પારુપલ્લી કશ્યપને દુનિયાના 9 નંબરના ખેલાડી હોંગકોંગના એન જીના લોંગ એંગ્સના હાથે 33 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 21-11, 21-9થી હારનો સામનો કરવો પડ્યો છે. દુનિયાના 10માં નંબરના ખેલાડી શ્રીકાંતે પણ તેની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેણે ત્રણ ગેમ સુધી ચાલેલા મુકાબલામાં દુનિયાના બીજા નંબરના ખેલાડી તાઇવાના ચાઉ તિએનથી હાર મળી છે. શ્રીકાંતે ચેનને પહેલી ગેમમાં 21-15થી માત આપી પરંતુ અન્ય બે ગેમમાં તે 21-7, 21-14છથી હારી ગયો હતો.


આ પણ વાંચો:- વિજય હજારે ટ્રોફીઃ તમિલનાડુ અને કર્ણાટક ફાઇનલમાં, ગુજરાત બહાર


સમીરને જાપાનની 13 મી વિશ્વની ખેલાડી કેન્ટા નિશિમોટો સામે હારનો સામનો કરવો પડ્યો છે. એક કલાક અને 24 મિનિટ સુધી ચાલેલી મેચમાં નિશિમોટોએ સમીરને 20-22, 21-18, 21-18થી હરાવ્યો છે. પુરુષ સિંગલ્સમાં હવે શુભંકર ડેનું સ્વરૂપે એક માત્ર ભારતીય બાકી છે. શુભંકરનો સામનો બીજા રાઉન્ડમાં ઈન્ડોનેશિયાના સેસર હિરેન આર સાથે થશે.


જુઓ Live TV:- 


સ્પોર્ટ્સના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...