ઝી મીડિયાના ઓપરેશન #gameover ની મોટી અસર જોવા મળી છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ રાજીનામું આપ્યું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને આ મોકલી દીધુ હતું જે સ્વીકારી લેવાયું છે. ઝી મીડિયાએ એક ગેમ ઓવર કરીને એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારબાદ આ અસર જોવા મળી છે. ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ફિટનેસ માટે ઈન્જેક્શન સહિત અનેક ચોંકાવનારા  ખુલાસા કર્યા હતા. જાણો ખેલાડીઓ અને ઈન્જેક્શન વિશે શું શું ખુલાસા કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Chetan Sharma: BCCIના ચીફ સિલેક્ટર ચેતન શર્માનો દાવો છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અનફિટ હોવા છતાં પોતાને ફિટ કરે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફિટનેસ મેળવવા માટે ઈન્જેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે અને જે ડોપ ટેસ્ટમાં પણ પકડાતા નથી. ચેતન શર્માએ ઝી મીડિયાના છુપાયેલા કેમેરામાં આ બધું જાહેર કર્યું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube