નવી દિલ્હીઃ વિશ્વકપ-2019મા ભારત ટાઇટલ ન જીતી શક્યું અને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય બાદ બહાર થઈ ગયું હતું. ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાના કોચ પદમાં ફેરફાર થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ટીમ ઈન્ડિયાના હેડ કોચ સહિત પૂરા સપોર્ટ સ્ટાફને બદલવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે આ પદો માટે અરજી મગાવી છે. બીસીસીઆઈએ આ માટે કેટલાક માપદંડ નક્કી કર્યાં છે, જે આકરા માનવામાં આવી રહ્યાં છે. તેવામાં કેટલાક નામો પર ચર્ચા થઈ રહી છે કે કોણ ટીમ ઈન્ડિયાનો કોણ ટીમ ઈન્ડિયાનો આગામી મુખ્ય કોચ બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ હેડ કોચ માટે જે માપદંડ નક્કી કર્યાં છે તે ખુબ આકરા છે. આ માપદંડનો અર્થ છે કે ટ્રેવર બૈલિસ અને મિકી આર્થર જેવા મોટા કોચ તેની રેસમાં પણ સામેલ નહીં થઈ શકે. યોગ્યતા માપદંડો પ્રમાણે મુખ્ય કોચની ઉંમર 60થી ઓછી હોવી જોઈએ, સાથે ટેસ્ટ રમનાર દેશોને ઓછામાં ઓછો બે વર્ષનો કોચિંગ આપવાનો અનુભવ હોય, આ સિવાય એસોસિએટ સભ્યો/એ ટીમ/આઈપીએલ ટીમને ત્રણ વર્ષનો કોચિંગ આપવાનો અનુભવ હોવો જોઈએ. અરજીકર્તાએ 30 ટેસ્ટ કે 50 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હોય. બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ કોચ માટે પણ પાત્રતા નિયમ સમાન છે. માત્ર અરજીકર્તા દ્વારા રમેલી મેચોની સંખ્યામાં અંતર છે. આ ત્રણ પદના અરજીકર્તાઓએ 10 ટેસ્ટ કે 25 વનડે મેચ રમી હોવી જોઈએ. 


એક નજર તે કેટલાક નામો પર જે રવિ શાસ્ત્રી સિવાય ટીમ ઈન્ડિયાના કોચ બનવાની રેસમાં સામેલ થઈ શકે છે. 


ગૈરી કર્સ્ટન
કોચના રૂપમાં ગૈરી કર્સ્ટનનું ભારતીય ક્રિકેટમાં શું યોગદાન છે, તે કોઈને જણાવવાની જરૂર નથી. જો આ પૂર્વ આફ્રિકન બેટ્સમેન આ પદ માટે અરજી કરે છે તો તે સૌથી મોટા દાવેદાર હશે. કર્સ્ટનની કોચિંગમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી સિદ્ધિ વર્ષ 2011નું વિશ્વકપ ટાઇટલ છે. 


ઉંમરઃ 51, અનુભવઃ 101 ટેસ્ટ, 185 વનડે, હાલના કોચઃ આરબીસી (આઈપીએલ)

દેશનું નામ રોશન કરનાર રોહિન બોપન્ના અને સ્મૃતિ મંધાનાને મળ્યો અર્જુન એવોર્ડ 

ટોમ મૂડી
પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ટોમ મૂડી ટીમ ઈન્ડિયાના કોચ માટે દાવેદાર હોઈ શકે છે. શ્રીલંકાને પોતાની કોચિંગમાં વર્ષ 2007 વિશ્વ કપ ફાઇનલ સુધી પહોંચાડનાર મૂડી વર્ષ 2012થી આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ છે. મૂડી ટેકનિકલ રૂપે ખૂબ મજબૂત છે સાથે એક પ્લેયર અને કોચના રૂપમાં તેમની પાસે લાંબો અનુભવ છે. 


ઉંમરઃ 53, અનુભવઃ 8 ટેસ્ટ, 76 વનડે, હાલના કોચઃ એસઆરએચ (આઈપીએલ)


માહેલા જયવર્ધને 
શ્રીલંકાના આ પૂર્વ બેટ્સમેને મેદાન પર સફળતા મેળવ્યા બાદ કોચિંગમાં પણ પોતાની ઓળખ મજબૂત કરી રહ્યો છે. માહેલા ત્રણ વર્ષ પહેલા કોચ તરીકે આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો અને આ નાના સમયમાં મુંબઈ ઈન્ડિયન્સને બે વખત ટાઇટલ અપાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 600થી વધુ મેચ રમી છે અને તેમનો મેદાન પર પસાર કરેલો આ લાંબો અનુભવ કોઈપણ ટીમને ફાયદો મળશે. 


ઉંમરઃ 42, અનુભવઃ 149 ટેસ્ટ, 448 વનડે, કોચઃ મુંબઈ ઈન્ડિયન્સ (આઈપીએલ)