દેશનું નામ રોશન કરનાર રોહિન બોપન્ના અને સ્મૃતિ મંધાનાને મળ્યો અર્જુન એવોર્ડ

કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ પ્લેયર રોહન બોપન્નાને અર્જુન એવોર્ડ આપ્યો છે. આ એવોર્ડની શરૂઆત 1961મા થઈ હતી. 

Updated By: Jul 17, 2019, 01:29 PM IST
દેશનું નામ રોશન કરનાર રોહિન બોપન્ના અને સ્મૃતિ મંધાનાને મળ્યો અર્જુન એવોર્ડ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ મંગળવારે મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ ખેલાડી રોહન બોપન્નાને અર્જુન એવોર્ડ આપ્યો છે. આ પુરસ્કારની શરૂઆત 1961થી થઈ હતી. આ એવોર્ડના માધ્યમથી વિશેષ રૂપથી સક્ષમ ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કારમાં  5,00,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે સાથે અર્જુનની પ્રતીકાત્મક મૂર્તિ અને સંદર્ભપત્ર આપવામાં આવે છે. 

મહત્વનું છે કે સ્મૃતિ ભારતીય મહિલા ક્રિકેટમાં એક જાણીતું નામ છે. મહિલા હોય કે પુરૂષ, તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી નાની ઉંમરની ભારતીય કેપ્ટન છે. મંધાનાએ 22 વર્ષ 229 દિવસની ઉંમરમાં ટી20 આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. તે આ વર્ષે ફેબ્રુઆરીમાં વિશ્વની નંબર-1 વનડે બેટ્સમેન પણ બની હતી. 

મંધાના વર્ષ 2018ની શરૂઆતથી વનડેમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. મંધાનાએ પાછલા વર્ષે 12 વનડે મેચમાં 669 અને 25 ટી20માં 622 રન બનાવ્યા હતા. તો એશિયન ગેમ્સ 2018મા ટેનિસ પુરૂષ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર રોહન બોપન્નાએ આ દરમિયાન કહ્યું કે, અર્જુન પુરસ્કાર વિજેતા તરીકે ઓળખ બનાવવી મારા માટે ગર્વની વાત છે. હું આ પુરસ્કારને પ્રાપ્ત કરીને ખુબ ખુશ છું. 

ઈન્ડોનેશિયા ઓપનઃ સિંધુ અને શ્રીકાંત પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા