નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીર (Gautam Gambhir) જન રસોઈ ભોજનાલયની શરૂઆત કરશે. જન રસોઈમાં તેમના સંસદીય નિર્વાચન ક્ષેત્ર પૂર્વ દિલ્હીમાં જરૂરિયાતમંદ લોકોને 1 રૂપિયામાં બપોરનું ભોજન આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ICC T20 Ranking: Virat Kohliને થયો ફાયદો, KL Rahul ટોપ-3માં સામેલ


ગંભીરે તેમના ઓફિસમાં કહ્યું કે, તેઓ ગુરૂવારના ગાંધીનગરમાં પહેલા ભોજનાલયની શરૂઆત કરશે, ત્યારબાદ ગણતંત્ર દિવસ પર અશોક નગરમાં પણ આ પ્રકારનું ભોજનાલય શરૂ કરશે.


આ પણ વાંચો:- સૈદય મુસ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની ટીમે શરૂ કરી તૈયારી


ગંભીર (Gautam Gambhir)એ કહ્યું, મારું હમેશાથી માનવું છે કે, જાતિ, પંથ, ધર્મ અને નાણાંકીય સ્થિતિ અલગ તમામને સ્વસ્થ અને સ્વચ્છ ભોજન કરવાનો અધિકાર છે. આ જોઇને અફસોસ થયા છે કે, બેઘર અને નિરાધાર લોકોને દિવસમાં બે સમયની રોટલી પણ નસીબ થતી નથી.


આ પણ વાંચો:- જેટલીની પ્રતિમાનો વિરોધ, બેદીએ DDCA છોડ્યું, સ્ટેન્ડમાંથી પોતાનું નામ હટાવવાનું કહ્યું


ગંભીર (Gautam Gambhir)એ પૂર્વ દિલ્હીના દસ વિધાનસભા ક્ષેત્રોમાં ઓછામાં ઓછું એક જન રસોઈ ભોજનાલય ખોલવાની યોજના બનાવી છે.


આ પણ વાંચો:- બીજી ટેસ્ટથી પહેલા ટીમ ઇન્ડિયા માટે આવી ડબલ ખુશી, ઓસ્ટ્રેલિયાની ટીમને ઝટકો


સાંસદના કાર્યાલય તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "દેશના સૌથી મોટા જથ્થાબંધ કાપડ બજારોમાંના એક ગાંધીનગરમાં ખોલવામાં આવનાર જન રસોઈને સંપૂર્ણ રીતે આધુનિક બનાવવામાં આવશે, જે જરૂરીયાતમંદોને એક રૂપિયામાં ભોજન આપશે."