રિષભ પંત નહીં, રાયડૂને બહાર કરવાથી દુખી છે ગૌતમ ગંભીર, ચર્ચા માટે તૈયાર
અનુભવી દિનેશ કાર્તિકને પંત પર મહત્વ આપવાની સુનીલ ગાવસ્કરે આલોચના કરી હતી અને તેને ચોંકવનારો નિર્ણય ગણાવ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે, માત્ર ત્રણ અસફળતાઓ બાદ અંબાતી રાયડૂને ભારતની વિશ્વકપની ટીમમાંથી બહાર કરવો દુખદ છે. આ સાથે તેણે કહ્યું કે, રિષભ પંતને સ્થાન ન મળવા પર કોઈ ચર્ચા ન થવી જોઈએ, કારણ કે તેણે મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો નથી.
અનુભવી દિનેશ કાર્તિકને પંત પર મહત્વ આપવાની સુનીલ ગાવસ્કરે ટીકા કરી હતી અને આ ચોંકવનારો નિર્ણય ગણાવ્યો હતો. પરંતુ ટી-20 વર્લ્ડ કપ 2007 અને વર્લ્ડ કપ 2011ના ફાઇનલના નાયકે કહ્યું કે, રાયડૂને સોમવારે જાહેર થયેલી ટીમમાં સ્થાન ન મળવું સૌથી વધુ દુર્ભાગ્યપૂર્ણ છે.
ગંભીરે મંગળવારે કહ્યું, 'મને લાગે છે કે રિષભ પંતને બહાર કરવા પર કોઈ ચર્ચા ન થવી જોઈએ, પરંતુ અંબાતી રાયડૂનું બહાર થવું ચર્ચાનો વિષય છે.' ગંભીર બોલ્યો, આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે કે સફેદ બોલના ક્રિકેટમાં 48ની એવરેજ વાળો ખેલાડી જે માત્ર 33 વર્ષનો છે, તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પસંદગીમાં અન્ય નિર્ણયથી વધુ દુખદ મારા માટે આ છે.
વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયા ઘણી મજબૂતઃ શિખર ધવન
કેટલાક મહિના પહેલા રાયડૂને કેપ્ટન વિરાટ કોહલી દ્વારા ચોથા નંબર માટે ભારતની પ્રથમ પસંદ ગણાવ્યો હતો, પરંતુ ગત મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે સિરીઝમાં ઓછા સ્કોરે પસંદગીકારોને પુનર્વિચાર માટે મજબૂર કર્યાં હતાં.
વિશ્વકપની ટીમમાં એકલો પડ્યો ધોની, ઋૃષિ કપૂરના ટ્વીટથી ચર્ચા તેજ
ગંભીરને વેસ્ટઈન્ડિઝમાં રમાયેલા 2007 વિશ્વકપમાં પસંદ ન કરાતા તે ક્રિકેટ રમવાનું છોડવાનો વિચાર કરવા લાગ્યો હતો. તેણે કહ્યું, મને તે માટે દુખ થાય છે કે કારણ કે હું પણ 2007માં આ પ્રકારની સ્થિતિમાં હતો, જ્યારે પસંદગીકારોએ મને ન સ્થાન આપ્યું અને હું જાણતો હતો કે વિશ્વકપ માટે ન પસંદ થવું કેટલું મુશ્કેલ હોય છે. આખરે દરેક યુવા ખેલાડી માટે આ બાળપણનું સપનું હોય છે કે તે આ મોટી ટૂર્નામેન્ટનો ભાગ બને. તેથી મને અન્ય ક્રિકેટરથી વધુ રાયડૂ માટે દુખ થઈ રહ્યું છે, તેને પસંદ કરાયો નથી.