Gautam Gambhir Selected 4 Spinners For World Cup : ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામેની વનડે સીરિઝ પોતાના નામે કરી ચુક્યું છે. ભારતીય ટીમ આ સીરિઝને વન ડે વર્લ્ડ કપની તૈયારી સમાન માની રહ્યું છે. ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ વર્ષ થનારા વર્લ્ડ કપ માટે ચાર સ્પિનરોને પસંદ કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ગંભીરે પોતાની લિસ્ટમાં યુઝવેન્દ્ર ચહલ, આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને જગ્યા નથી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલા બીજા વનડેમાં કમેન્ટ્ર દરમિયાન જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે તમે વર્લ્ડ કપમાં ક્યા ચાર સ્પિનરને જોવાનું પસંદ કરશો? તો ગંભીરે જવાબ દેતા કહ્યું કે, હું અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈની સાથે જવા માંગીશ. ચહલ અત્યારે લયમાં નથી. એવી કોઈ કારણ નથી કે જેથી અક્ષર કે કુલદીપ યાદવને ટીમમાંથી બહાર કાઢવામાં આવશે.


આ પણ વાંચો : 


એક સમાચારથી ક્રિકેટ જગતમાં માતમ છવાયો, મહિલા ક્રિકેટરનો મૃતદેહ જંગલમાંથી મળ્યો


5000 રૂપિયા જમા કરાવવા પર મળશે સીધા 8 લાખ, શુ તમે આ સ્કીમ વિશે જાણ્યું કે નહિ?


બુમરાહના કર્યા વખાણ
ગૌતમ ગંભીર વર્લ્ડ કપમાં ફાસ્ટ બૉલરના રૂપમાં બુમરાહને જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વિશ્વ કપ જીતવા માટે બુમરાહનું રમવું જરૂરી છે. જો તે રમશે તો સરળ રહેશે. જણાવી દઈએ કે પહેલા બુમરાહનું સિલેક્શન શ્રીલંકા સામે રમવા માટે કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેનું નામ પાછું લઈ લેવામાં આવ્યું હતુ.


આ પણ વાંચો : Bank Strike : જાન્યુઆરીમાં 4 દિવસ બેંકોની હડતાળ, એ પહેલા કામના રૂપિયા કાઢી લેજો નહિ