Cricketer Dead Body: એક સમાચારથી ક્રિકેટ જગતમાં માતમ છવાયો, મહિલા ક્રિકેટરનો મૃતદેહ જંગલમાંથી મળ્યો
Cricketer Body : શુક્રવારે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેના કારણે ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છે. ઓડિશાના જંગલોમાં એક મહિલા ક્રિકેટરનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો છે. પોલીસ તમામ એંગલથી કેસની તપાસ કરી રહી છે, પરંતુ પરિવારનો આરોપ છે કે ક્રિકેટરની હત્યા કરવામાં આવી છે
Trending Photos
Cricketer Body found hanging in Odisha : શુક્રવારે ક્રિકેટ જગત સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા, જેના કારણે શોકની લહેર ફેલાઈ ગઈ. ઓડિશાના ગાઢ જંગલોમાં એક મહિલા ક્રિકેટરનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ અંગે માહિતી આપી છે. ઓડિશાની આ મહિલા ક્રિકેટર છેલ્લા બે દિવસથી ગુમ હતી અને હવે આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ ક્રિકેટર 11 જાન્યુઆરીથી ગુમ હતી
ઓડિશાની મહિલા ક્રિકેટર રાજશ્રી સ્વૈની 11 જાન્યુઆરીથી ગુમ હતી અને શુક્રવારે તેનો મૃતદેહ કટક નજીક ગાઢ જંગલોમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે માહિતી આપી હતી. કટકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પિનાક મિશ્રાએ જણાવ્યું હતું કે રાજશ્રીનો મૃતદેહ અથાગઢ વિસ્તારના ગુરદિજાતિયા જંગલમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. રાજશ્રીના કોચે ગુરુવારે કટકના મંગલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે ગુરડીજાતિયા પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવશે.
આ પણ વાંચો :
પરિવાર પર હત્યાનો આરોપ
પોલીસ હજુ સુધી તેના મોતનું કારણ જાણી શકી નથી. જોકે તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેની હત્યા કરવામાં આવી છે. પરિવારનું કહેવું છે કે જ્યારે તેઓએ મૃતદેહ જોયો ત્યારે રાજશ્રીના શરીર પર ઈજાના નિશાન હતા. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની આંખોને પણ નુકસાન થયું છે. રાજશ્રીનું સ્કૂટર જંગલ નજીકથી મળી આવ્યું હતું અને તેનો મોબાઈલ ફોન પણ બંધ હતો. પોલીસે કહ્યું કે આ મામલાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવશે.
રાજશ્રી તાલીમ શિબિરનો ભાગ હતી
પરિવારના સભ્યોએ જણાવ્યું કે રાજશ્રી સહિત લગભગ 25 મહિલા ક્રિકેટરો ઓડિશા ક્રિકેટ એસોસિએશન (ઓસીએ) દ્વારા બજરકબાટી વિસ્તારમાં આયોજિત તાલીમ શિબિરનો ભાગ હતી. આ કેમ્પ પુડુચેરીમાં યોજાનારી આગામી રાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે હતો. તમામ મહિલા ક્રિકેટરો એક હોટલમાં રોકાઈ હતી. ઓડિશા રાજ્યની મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત 10 જાન્યુઆરીએ કરવામાં આવી હતી, પરંતુ રાજશ્રીને અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવી ન હતી. પોલીસે જણાવ્યું કે બીજા દિવસે ખેલાડીઓ પ્રેક્ટિસ માટે તાંગી વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગયા હતા. ત્યારબાદ રાજશ્રીએ તેના કોચને કહ્યું કે તે તેના પિતાને મળવા પુરી જઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે