Team India Next Test Captain: ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. સુનીલ ગાવસ્કરનું માનવું છે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રોહિત શર્મા બાદ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરશે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ મેચોમાં 32 વિકેટ ઝડપી છે. આ ઓસ્ટ્રેલિયામાં કોઈ વિદેશી ફાસ્ટ બોલરનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ પ્રદર્શન છે. બુમરાહની કેપ્ટનશિપમાં પર્થમાં રમાયેલી આ સીરિઝની પહેલી મેચમાં જીત હાંસિલ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનીવ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી
સુનીલ ગાવસ્કરે ચેનલ 7ને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે (બુમરાહ) ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન હોઈ શકે છે. તે જવાબદારીઓની સાથે ટીમની કેપ્ટનશિપ પણ કરે છે, જેની છબી ખુબ જ સારી છે. તેમનામાં કેપ્ટનના ગુણ છે અને તે એવા વ્યક્તિ નથી કે તમારા પર બિનજરૂરી રૂપથી દબાણ બનાવે. ક્યારેય ક્યારેક તમારી પાસે એવા કેપ્ટન હોય છે જે તમારા પર ખુબ જ દબાણ નાંખે છે. બુમરાહને જોઈને એવું લાગે છે કે તે બીજા પાસેથી એવું જ ઈચ્છે છે જે તેનું કામ છે. તેણે તે કામ કરવું જોઈએ જેના માટે તે રાષ્ટ્રીય ટીમમાં છે પરંતુ તેના માટે કોઈના પર દબાણ નાંખતો નથી.


આ દિગ્ગજ બનશે આગામી ટેસ્ટ કેપ્ટન
જસપ્રીત બુમરાહ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ફાસ્ટ બોલિંગનું આક્રમણની આગેવાની કરી રહ્યો છે, તેના માર્ગદર્શનતી મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓને એક ફાસ્ટ બોલરના રૂપમાં વિકસિત થવામાં મદદ કરે છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે, જસપ્રીત બુમરાહ મિક ઓફ, મિડ ઓન પર ઉભા રહે છે અને ફાસ્ટ બોલરો માટે તેમની હાજરી ફાયદાકારક રહે છે. તે બોલરો પાસેથી પોતાના વિચારો શેર કરવા માટે હંમેશાં તત્પર રહે છે.


ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલ સમય હતો
સુનીલ ગાવસ્કરે કહ્યું, 'મને લાગે છે કે તે એકદમ બ્રિલિયન્ટ હતો અને તેની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવે છે. જો તે કેપ્ટન બને તો મને આશ્ચર્ય થશે નહીં.' સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ઓસ્ટ્રેલિયાની છેલ્લી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ઈજાગ્રસ્ત થતા પહેલા બુમરાહે 13.06ની એવરેજ અને 28.37ની શાનદાર સ્ટ્રાઈક રેટથી વિકેટ લીધી હતી. આ મેચની કેપ્ટનશીપ કરી રહેલા બુમરાહની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે 162 રનનો ટાર્ગેટ વધારે મુશ્કેલી વિના હાંસલ કર્યો હતો.