Glenn Maxwell And Vini Raman: જાણો કોણ છે વિની રમણ? જેની સાથે ગ્લેન મેક્સવેલ કરવાનો છે લગ્ન
સોશિયલ મીડિયા પર વાયરલ થયું. જે તમિલ ભાષામાં છપાયેલું હતું. આ કપલે લગભગ એક વર્ષ પહેલાં સગાઈ કરી લીધી હતી. અને હવે એક મહિના પછી પોતાના લગ્નને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. મેક્સવેલે પોતાની સગાઈના સમાચારને પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા. જેના પછી તેની મંગેતરે પણ તેને શેર કર્યા હતા.
નવી દિલ્લીઃ ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને તેની ભારતીય મંગેતર વિની રમણ 27 માર્ચે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ઈન્ટરનેટ પર તેમના લગ્નને લઈને અનેક સમાચાર ચાલે છે. થોડાક દિવસ પહેલાં મેક્સવેલ અને રમણના લગ્નનું આમંત્રણ કાર્ડ.
સોશિયલ મીડિયા પર વાયરલ થયું. જે તમિલ ભાષામાં છપાયેલું હતું. આ કપલે લગભગ એક વર્ષ પહેલાં સગાઈ કરી લીધી હતી. અને હવે એક મહિના પછી પોતાના લગ્નને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. મેક્સવેલે પોતાની સગાઈના સમાચારને પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા. જેના પછી તેની મંગેતરે પણ તેને શેર કર્યા હતા.
તમિલ રિવાજ સાથે થશે મેક્સ-વિનીના લગ્ન:
વિની તમિલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આ કારણ છે કે લગ્ન તમિલ પરંપરાઓની સાથે આયોજિત થઈ શકે છે. એક વર્ષ પહેલાં વિનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડર પર પોતાની ભારતીય પારંપરિક સગાઈ સમારોહની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
કોણ છે વિની રમણ:
વિનીની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પ્રમાણે તે પ્રોફેશનલી ફાર્માસિસ્ટ છે. વિની રમણના પરિવારના મૂળ ચેન્નઈ સાથે જોડાયેલા છે. પરંતુ તેનો જન્મ અને પાલન-પોષણ ઓસ્ટ્રેલિયામાં થયું. જ્યાં તેણે ફાર્મસીનો અભ્યાસ કર્યો. વિની રમણના પિતા વેંકટ રમણ અને માતા વિજયલક્ષ્મી રમણ તેના જન્મ પહેલાં ઓસ્ટ્રેલિયા આવી ગયા હતા.
2019-2020માં સાથે જોવા મળ્યા વિની-મેક્સ:
થોડાક વર્ષો પછી વિની રમણને ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મળી ગઈ. વિની રમણ હાલમાં મેલબર્નમાં રહે છે. વિની 2019 અને 2020માં ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ પુરસ્કાર એવોર્ડ્સ સહિત કેટલાંક સાર્વજનિક કાર્યક્રમોમાં મેક્સવેલ સાથે જોવા મળી હતી.
ઈસાઈ પરંપરા પ્રમાણે લગ્ન કરશે મેક્સ-વિની?
મેક્સવેલની સાથે તેની સાર્વજનિક હાજરી પછી તેણે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેવાનું શરૂ કરી દીધું. હવે જોવાનું એ છે કે શું પછી લગ્ન ઈસાઈ પરંપરા પ્રમાણે થાય છે કે નહીં. મેક્સવેલને આઈપીએલ મેગા હરાજી પહેલાં ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્ઝર્સ બેંગલોરે રિટેઈન કર્યો હતો.