સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો કે જે લોકો સોનું અને ચાંદી લેવાનું વિચારી રહ્યા હોય તેમના માટે આનંદના સમાચાર છે કારણ કે નવા વર્ષ પહેલા સોનું અને ચાંદી સુસ્ત જોવા મળી રહ્યું છે. ઘરેલુ વાયદા બજારમાં સોનું હળવી તેજીમાં પહોંચ્યું જ્યારે ચાંદી નબળી પડી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું નબળું પડ્યું છે. કારણ કે બજારને હવે નવા ટ્રિગર્સનો ઈન્તેજાર છે. વાયદા બજાર અને શરાફા બજારના લેટેસ્ટ રેટ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 149 રૂપિયા ગગડીને 76,045 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જે કાલે તૂટીને 76,194 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1,495 રૂપિયા ગગડીને 85,680 રૂપિયા પર પહોંચી છે. જે કાલે સાંજે પણ ઘટાડા સાથે 87,175 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી. 



રિટેલ ભાવ પર ફેરવો નજર



વાયદા બજારમાં ભાવ
આજે સવારે વાયદા બજારમાં સોનું 41 રૂપિયા ઉપર 76,301 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. કાલે તે 76,260 પર બંધ થયું હતું. ચાંદી આ દરમિયાન 233 રૂપિયાના કડાકા સાથે 87,298 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. કાલે તે 87,531 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)