નવી દિલ્હીઃ ઓલિમ્પિકમાં ભારતને 13 વર્ષ બાદ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડાની દેશ વાપસીથી દેશવાસીઓ ખુશ છે. દેશભરમાંથી તેને શુભેચ્છા મળી રહી છે, નીરજે પોતાનો મેડલ દેશને સમર્પિત કર્યો છે. નીરજ ચોપડાએ આજે કહ્યુ કે ઓલિમ્પિક માટે અમારી મહેનત રંગ લાવી, બધાના સહયોગથી અહીં સુધી પહોંચ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરજ ચોપડાએ કહ્યુ- હું ભારતીય સેના અને મારા સ્પોન્સર JSW સ્પોર્ટ્સનો આભાર માનુ છું. આ સાથે ફેડરેશનનો ખુબ ખુબ આભાર જેણે કોરોના કાળમાં પણ અમારો કેમ્પ ચાલુ રાખ્યો. કેમ્પના બધા કર્મચારીઓ અને અધિકારીઓનો આભાર, જેણે અમને કોઈ કમી થવા દીધી નહીં. ઓલિમ્પિક માટે અમારી મહેનત રંગ લાવી, બધાના સહયોગથી અહીં સુધી પહોંચ્યા છીએ. 


T20 World Cup: ન્યૂઝીલેન્ડે ટી20 વિશ્વકપની ટીમ કરી જાહેર, આ ખેલાડીને મળી તક


તેમણે કહ્યું કે, આ વખતે આટલા સારા પ્રદર્શનની પાછળ મોટી વાત છે કે બધા ખેલાડી મેડલ જીતવાના વિચાર સાથે ગયા હતા. રમતમાં માત્ર શારીરિક પ્રદર્શન નથી, પરંતુ માનસિક પ્રદર્શન પણ મહત્વ રાખે છે. હોકી ટીમ પોતાની મેચ હારી પરંતુ તે માનસિક રીતે એટલી મજબૂત હતી કે તેણે આગામી મેચમાં કમબેક કર્યુ હતું. 


ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ તાળી પાડી
ભાજપ સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ આજે ઓલિમ્પિક ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓના સન્માનમાં ઉભા થઈ તાળીઓ પાડી હતી. આ સાથે પ્રધાનમંત્રીએ બધા સાંસદોને ખેલ અને ખેલાડીઓ પર વિશેષ ધ્યાન આપવાનું કહ્યુ છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે આ બધુ એક વર્ષની મહેનતથી થયું નથી, તેની પાછળ વર્ષોની મહેનત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube