T20 World Cup: ન્યૂઝીલેન્ડે ટી20 વિશ્વકપની ટીમ કરી જાહેર, આ ખેલાડીને મળી તક

ન્યૂઝીલેન્ડે બે મહિના પહેલાં આઈસીસી ટી20 વિશ્વકપની ટીમ જાહેર કરી દીધી છે. ટીમમાં અનુભવી બેટ્સમેન રોસ ટેલર અને ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમને સ્થાન આપવામાં આવ્યું નથી. 

T20 World Cup: ન્યૂઝીલેન્ડે ટી20 વિશ્વકપની ટીમ કરી જાહેર, આ ખેલાડીને મળી તક

નવી દિલ્હીઃ આ વર્ષે UAE અને ઓમાનમાં રમાનાર ટી20 વિશ્વકપ માટે ન્યૂઝીલેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે અને એડન મિલ્નેને કવર તરીકે 16માં ખેલાડીના રૂપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પોતાના ટેસ્ટ પર્દાપણ મેચમાં બેવડી સદી ફટકારનાર ડેવોન કોનવેને ટીમમાં સમેલ કરવામાં આવ્યો છે તો કાઇલ જેમીસનને પણ તક આપવામાં આવી છે. અનુભવી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલને પણ ટીમમાં રાખવામાં આવ્યો છે. 

યુવા બેટ્સમેન ગ્લેન ફિલિપને તેના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે અને તે ટીમમાં જગ્યા મેળવવામાં સફળ રહ્યો છે. તો ઓલરાઉન્ડર ડેરિલ મિશેલને પણ ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિકેટકીપર તરીકે ટિમ સિફર્ટને સામેલ કરવામાં આવ્યો, જ્યારે સ્પિનર ટોડ એશ્ટલ પણ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. કેન વિલિયમસનની આગેવાનીવાળી ટીમમાં માર્ક ચેપમેનને પણ તક આપવામાં આવી છે. બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉદી પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેનો સાથ આપવા લોકી ફર્ગ્યૂસન અને કાઇલ જેમીસનને તેનો સાથ આપવા માટે વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BLACKCAPS (@blackcapsnz)

ન્યૂઝીલેન્ડને આઈસીસી ટી20 વિશ્વકપ માટે ગ્રુપ-2માં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાનની ટીમ સાથે રાખવામાં આવ્યું છે. જ્યાં તેની ટીમ ઈન્ડિયા સાથે જોરદાર ટક્કર થવાની છે. આઈસીસીએ પાછલા મહિને ટી20 વિશ્વકપ માટે ગ્રુપોની જાહેરાત કરી હતી. વિશ્વકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવાની છે અને ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 14 નવેમ્બરે રમાશે. 

ન્યૂઝીલેન્ડની ટી20 વિશ્વકપ માટે ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ટોડ એશેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડોવેન કોનવે, માર્ટિન ગુપ્ટિલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેઇફર્ટ (વિકેટકીપર), માર્ક ચેમ્પમેન, ડેરેલ મિશેલ, જિમી નીશમ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, કાઇલે જેમિસન, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉદી. 
એડન મિલ્ને (બેકઅપ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news