Photos: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
ઓસ્ટ્રેલિયાના પ્રધાનંત્રી એન્થોની અલ્બાનીઝે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો.
IND vs AUS: ટીમ ઈન્ડિયા આ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં બંને દેશો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-2025નો પ્રથમ મુકાબલો પર્થમાં રમાયો હતો. બીજી મેચ 6 ડિસેમ્બરથી રમાવાની છે. આ પહેલા બંને ટીમો પિંક બોલ ટેસ્ટની તૈયારી કરશે. પરંતુ તે પહેલા ભારતીય ખેલાડી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બાનીઝને મળ્યા હતા. ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની પ્રશંસા કરી. તેમણે વિરાટ કોહલીની સદીની પ્રશંસા કરી, જે તેણે પર્થ ટેસ્ટમાં ફટકારી હતી. પરંતુ વિરાટે કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો.
હંમેશા જ્યારે ભારતીય ટીમ વિદેશી પ્રવાસે જાય છે તો ત્યાંના હાઈ કમિશન કે સરકાર સાથે જોડાયેલા લોકોને મળે છે. આ વખતે ભારતીય ટીમે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે. આ વાત મોટી નથી, મુદ્દો છે કે પ્રધાનમંત્રી અલ્બાનીઝે ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી અને તેની સાથે વાતચીત કરી. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે જેમાં પીએમ એન્થોની ભારતીય બોલર જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓને મળી રહ્યાં છે. આ દરમિયાન વિરાટ અને પ્રધાનમંત્રી વચ્ચે જે વાતચીત થઈ તે ખુબ રસપ્રદ છે.
જ્યારે પ્રધાનમંત્રી એન્થોનીએ વિરાટને જોયો તો હાથ મિલાવ્યો અને હાલચાલ પૂછ્યા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન પીએમ બોલ્યા- પર્થમાં તમે શાનદાર સદી ફટકારી. માનો તે સમયે અમે આ કષ્ટ સહન કરી શકતા નહોતા. તે ખરેખર શાનદાર હતી. તેના પર વિરાટે કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો. વિરાટ કોહલીએ પર્થમાં પોતાના ટેસ્ટ કરિયરની 30મી સદી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 81મી સદી ફટકારી હતી. તો પ્રોફેશનલ ક્રિકેટમાં તેની સદીની સંખ્યા 100 થઈ ગઈ છે. તે એવો બીજો બેટર છે જેણે આ સિદ્ધિ મેળવી છે.