Pro Kabaddi: ઘરઆંગણે ગુજરાતે સતત ત્રીજી મેચ ગુમાવી, બંગાળ સામે 28-26થી પરાજય
વીવો પ્રો કબડ્ડીમાં ઘરઆંગણે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનું ખરાબ પ્રદર્શન ચાલી રહ્યું છે. ગુજરાતે આ સિઝનમાં પોતાના ઘરમાં સતત ત્રીજી મેચ ગુમાવી છે.
અમદાવાદઃ વીવો પ્રો-કબડ્ડી સિઝન-7મા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો હારનો સિલસિલો હજુ યથાવત છે. ગુજરાતે સતત ઘરઆંગણે ત્રીજી અને કુલ પાંચમી મેચ ગુમાવી છે. આજે શહેરના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે રમાયેલી બંગાલ વોરિયર્સ સામેની રોમાંચક મેચમાં ગુજરાત બે પોઈન્ટે હાર્યું હતું. ઘરઆંગણે રમતા ટીમે બંગાળ વોરિયર્સ સામેની મેચ પણ જોરદાર સંઘર્ષ બાદ 26-28થી ગુમાવી હતી.
મુકાબલો છેલ્લે સુધી જોરદાર રસાકસી ભર્યો રહ્યો હતો. જોકે, બંગાળના ખેલાડીઓએ ગુજરાતને આગળ નીકળવાની તક આપી નહતી પણ બન્ને ટીમો વચ્ચેનું અંતર બહુ લાંબુ નહતું તેથી મેચ છેલ્લી ઘડીએ પણ કોઈની પણ તરફે વળે એમ લાગતી હતી. જોકે આ મેચમાં તો છેલ્લી બે મિનિટ બાકી હતી ત્યારે ગુજરાતના સુકાની સુનીલ કુમારે બંગાળના મનીન્દર સિંહના સુપર ટેકલ કરીને ટીમને મહત્વના બે પોઈન્ટ અપાવીને સ્કોર બરોબર કર્યો હતો. એ પછી સોનુની રેડ નિષ્ફળ જતા યજમાન ટીમે પોઈન્ટ ગુમાવ્યો હતો.
પ્રથમ ત્રણ મેચમાં વિજય બાદ સતત ચાર મેચ હારનારી ગુજરાતની ટીમે શરૂઆત તો સારી કરી પરંતુ એ પછી યજમાન ટીમ તેની પારજયની હતાશા દૂર કરવામાં ઊણી ઊતરી હતી અને હાફ ટાઈમે બંગાલ વોરિયર્સે 17-12થી સરસાઈ મેળવી લીધી હતી. બીજા હાફમાં પણ ગુજરાત તરફથી સોનુએ સફળ રેડ કરીને પોઈન્ટ મેળવ્યો પણ આ પોઈન્ટનો હરખ બહુ લાંબો ટકી ન શક્યો અને વોરિયર્સે તેનો દબદબો જાળવી રાખ્યો. બીજા હાફમાં બન્ને ટીમોએ એક પછી એક પોઈન્ટ મેળવ્યા હતા. ગુજરાતની ટીમ વળતી લડત આપવા પ્રતિબધ્ધ હતી તો વળી વોરિયર્સે મેચ પરની તેની પકડ જરાયે નબળી થવા દીધી નહતી. પ્રો કબડ્ડી લીગના આ સાતમા સત્રમાં દબંગ દિલ્હી 26 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે બેંગલુરુ બુલ્સ 22 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.
IND vs WI: કરિયરની અંતિમ વનડેમાં છવાયો ગેલ, ફટકારી અડધી સદી
આ મેચ પહેલાં ગુજરાતના સાત મેચમાં ત્રણ વિજય અને ચાર પરાજય સાથે 18 પોઈન્ટ હતા અને તે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે હતું જયારે બંગાલ વોરિયર્સના છ મેચમાં ત્રણ વિજય અને બે પરાજય સાથે 20 પોઈન્ટ હતા અને તે ત્રીજા નંબરે હતું.