મુંબઇ: પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝની 20મી મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ અને દબંગ દિલ્હી વચ્ચે રમાઇ હતી. મુંબઇના સરદાર વલ્લભભાઇ પટેલ ઇંડોર સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સની ટીમે દબંગ દિલ્હીના રોજ 31-26થી માત આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સની આ સીઝનમાં આ સતત ત્રીજી જીત છે. ગુજરાતે પોતાના બંને મુકાબલમાં મોટા અંતરથી જીત નોંધાવી હતી, પરંતુ ત્રીજી મેચમાં તેને ખૂબ મહેનત કરવી પડી હતી. ગુજરાતે પહેલી મેચમાં બેંગલુરૂ બુલ્સને 24-42થી હરાવ્યું હતું, તો બીજી મેચમાં યૂપી યોદ્ધાને 44-19થી માત આપી હતી. 


દબંગ દિલ્હીની પ્રો કબડ્ડીની સાતમી સિઝનમાં સતત ત્રણ જીત બાદ આ પ્રથમ હાર છે. દિલ્હીએ પહેલી મેચમાં તેલુગૂ ટાઇટંસને 34-33 થી હરાવ્યું અને પછી તમિલ થલાઇવાઝ વિરૂદ્ધ 30-29 થી જીત નોધાવી હતી. ત્યારબાદ દિલ્હીની ટીમે ત્રીજી મેચમાં હરિયાણા વિરૂદ્ધ મોટી જીત નોંધાવી અને 41-21થી હરાવ્યું હતું.


આ મેચમાં ગુજરાતની ટીમે શરૂઆતથી જ બઢત બનાવી લીધી હતી, પરંતુ દબંગ દિલ્હીએ વાપસી કરી અને સ્કોરને બરાબરી પર પહોંચાડી દીધો હતો. પ્રથમ હાફ પહેલાં દિલ્હીની ટીમે ગુજરાતને ઓલઆઉટ કરતાં ત્રણ પોઇન્ટની બઢત બનાવી લીધી હતી. 



બીજા હાફમાં ગુજરાતની ટીમે વાપસી કરી અને સ્કોરને બરાબરી પર લાવી દીધો હતો. બીજા હાફમાં બંને ટીમો આગળ પાછળ જોવા મળી હતી, પરંતુ બીજા હાફની 13મી મિનિટમાં ગુજરાતે દિલ્હીને ઓલઆઉટ કરી 5 પોઇન્ટની બઢત બનાવી લીધી અને સ્કોરને 25-20 પહોંચાડી દીધો. ત્યારબાદ ગુજરાતે દિલ્હીને વાપસીની તક આપી નહી અને મેચને પાંચ પોઇન્ટથી પોતાના નામે કરી લીધી. 


આ મેચમાં દબંગ દિલ્હીના નવીન કુમારે સુપર 10 પોઇન્ટ પ્રાપ્ત કર્યા, પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યા નહી. નવીન કુમારનો ચાર મેચોમાં આ ત્રણ સુપર 10 છે. દિલ્હી તરફથી નવીન કુમાર ઉપરાંત ચંદ્વન રંજીતે પાંચ પોઇન્ટ પ્રાપ્ત કર્યા, પરંતુ આ ઉપરાંત કોઇ અન્ય ખેલાડી કમાલ કરી શક્યો નહી. 


ગુજરાત તરફથી જીબી મોરેએ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મોરેએ 5 પોઇન્ટ રેડમાં પ્રાપ્ત કર્યા, જ્યારે ચાર પોઇન્ટ ડિફેંસમાં ઉમેર્યા હતા. આ ઉપરાંત ગુજરાત દ્વારા રોહિત ગૂલિયાએ 8 અને સચિને 4 પોઇન્ટ પોતાની ટીમ માટે પ્રાપ્ત કર્યા હતા.