IPL 2025 Parthiv Patel: ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા એક મોટો નિર્ણય કર્યો છે. ટીમે પાર્થિવ પટેલને આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ બાવ્યો છે. પાર્થિવનું ક્રિકેટ કરિયર શાનદાર રહ્યું છે. તે અનુભવી ખેલાડી રહ્યો છે અને હવે નવી ભૂમિકામાં જોવા મળશે. પાર્થિવ પાસે કોચિંગનો પણ સારો અનુભવ છે. તે અન્ય ટીમો સાથે જોડાયેલો રહ્યો છે. પાર્થિવ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સાથે કામ કરી ચૂક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ટાઈટન્સના સત્તાવાર નિવેદન અનુસાર '17 વર્ષના શાનદાર ક્રિકેટ કરિયરની સાથે પૂર્વ ભારતીય વિકેટકીપર બેટર પાર્થિવ પટેલ અમારી ટીમ માટે અનુભવની સાથે નોલેજ લઈને આવશે. ગુજરાતે તાજેતરમાં રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં શુભમન ગિલ સહિત પાંચ ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા હતા. ગુજરાત હવે ઓક્શનમાં જતાં પહેલા પાર્થિવના અનુભવનો જરૂર ઉપયોગ કરશે.'



પાર્થિવ પટેલ મુંબઈ ઈન્ડિયન્સ સાથે કામ કરી ચૂક્યો છે. તે મુંબઈ એમરેટ્સનો બેટિંગ કોચ પણ હતો. પાર્થિવ પટેલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો પણ ભાગ રહી ચૂક્યો છે. પાર્થિવે પોતાના કરિયરમાં 139 આઈપીએલ મેચ રમી છે. જેમાં તેણે 2848 રન બનાવ્યા છે. આઈપીએલમાં પાર્થિવનો સર્વશ્રેષ્ઠ સ્કોર 81 રન રહ્યો છે. 


મહત્વનું છે કે પાર્થિવ પટેલે ટીમ ઈન્ડિયા માટે 38 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે 736 રન બનાવ્યા હતા. પાર્થિવ ભારત માટે વનડેમાં 4 અડધી સદી ફટકારી ચૂક્યો છે. આ સિવાય પાર્થિવ પટેલે દેશ માટે 25 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેણે 6 અડધી સદી સાથે 934 રન ફટકાર્યા હતા. તે બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી ચૂક્યો છે.