મુંબઈઃ ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ-2022માં આજે બે નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો હતો. જેમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટે 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે 19.4 ઓવરમાં 5 વિકેટે 161 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ટાઈટન્સની ઈનિંગ
ગુજરાતને પ્રથમ ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. ગિલ શૂન્ય રને પ્રથમ ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં વિજય શંકર ચાર રન બનાવી ચમીરાનો શિકાર બન્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 33 રન બનાવ્યા અને તે કૃણાલ પંડ્યાની ઓવરમાં આઉટ થયો હતો. મેથ્યૂ વેડ 30 રન બનાવી દીપક હુડ્ડાનો શિકાર બન્યો હતો. 


રાહુલ તેવતિયાએ ડેવિડ મિલરની સાથે મળીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. ડેવિડ મિલર 21 બોલમાં 1 ફોર અને બે સિક્સની મદદથી 30 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ તેવતિયા 24 બોલમાં પાંચ ફોર અને બે સિક્સ સાથે 40 રન બનાવી અણનમ રહ્યો હતો. તો અભિનવ રંગસદાણી 7 બોલમાં 15 રન બનાવી અણનમ રહ્યો હતો. 


આ પણ વાંચોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચનાર નીરજ ચોપડાને મળ્યો પદ્મ શ્રી, રાષ્ટ્રપતિ કોવિંદે આપ્યો એવોર્ડ


લખનઉની ખરાબ શરૂઆત
લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ બોલ પર શમીએ રાહુલને શૂન્ય રન પર આઉટ કર્યો હતો. ત્યારબાદ શમીએ 7 રનના સ્કોર પર ડી કોકને આઉટ કર્યો હતો. લખનઉને ત્રીજો ઝટકો ઇવિન લુઈસના રૂપમાં લાગ્યો, જે વરૂણ આરોનની બોલિંગમાં આઉટ થયો હતો. ત્યારબાદ શમીએ મનીષ પાંડેને 6 રન પર બોલ્ડ કરી પાવરપ્લેમાં ગુજરાતને ચોથી સફળતા અપાવી હતી. 


ત્યારબાદ દીપક હુડ્ડા અને આયુષ બદોનીએ ટીમને સંભાળી હતી. હુડ્ડાએ 41 બોલમાં 6 ચોગ્ગા અને બે સિક્સ સાથે 55 રન બનાવ્યા હતા. જ્યારે આયુષે 41 બોલમાં 4 ફોર અને ત્રણ સિક્સ સાથે 54 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યા 21 રન બનાવી અણનમ રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube