નવી દિલ્હીઃ હનુમા વિહારીએ અત્યાર સુધી પોતાના ટેસ્ટ કરિયરમાં પ્રભાવી પ્રદર્શન કર્યું છે. આ યુવા બેટ્સમેને મધ્યમક્રમમાં એક વિશ્વાસપાત્ર બેટ્સમેનના રૂપમાં પોતાની જગ્યા મજબૂત કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચાલી રહેલા ટેસ્ટ મેચમાં તેણે પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી જ્યારે બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. આ સાથે તે સચિન તેંડુલકરના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિહારીએ પ્રથમ ઈનિંગમાં 111 રનની ઈનિંગ રમી તો બીજી ઈનિંગમાં અણનમ 53 રન બનાવ્યા હતા. તે 1990 બાદ નંબર-6 કે તેથી નીચે બેટિંગ કરતા એક ટેસ્ટમાં પ્રથમ સદી અને પછી અડધી સદી ફટકારનાર પ્રથમ ભારીતય બેટ્સમેન બની ગયો છે. 


બીજી ઈનિંગમાં તેણે વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણે (અણનમ 64)ની સાથે 111 રનની ભાગીદારી કરી હતી. આ સાથે તે આમ કરનાર ભારતનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. પોલી ઉમરીગર ભારતનો પ્રથમ આવો બેટ્સમેન હતો, જેણે નંબર-6 પર રમતા પ્રથમ ઈનિંગમાં સદી અને બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. 


વિહારીએ અત્યાર સુધી મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે. તેને જ્યારે ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો ત્યારે દેખાડ્યું કે તે ટોપ લેવલ પર બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. 


મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ, ઘરેલૂ હિંસાનો છે આરોપ


ઉમરીગરે 1962મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમતા પ્રથમ ઈનિંગમાં 56 અને બીજી ઈનિંગમાં 172 રન બનાવ્યા હતા. તો મહાન બેટ્સમેન મંસૂર અલી ખાન પટૌડીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1967મા આ મુકામ હાસિલ કર્યો હતો. તેણે પ્રથમ ઈનિંગમાં 64 અને બીજી ઈનિંગમાં 148 રન બનાવ્યા હતા. એમએલ જયસિમ્હાએ 1968મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં પ્રથમ ઈનિંગમાં 68 અને બીજી ઈનિંગમાં 119 રનની ઈનિંગ રમી હતી. 


સચિન તેંડુલકરે 1990મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ નંબર છ પર બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 68 અને બીજી ઈનિંગમાં 119 રનની ઈનિંગ રમી હતી. સચિને આ મુકામ માન્ચેસ્ટર ટેસ્ટમાં હાસિલ કર્યો હતો.