મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ, ઘરેલૂ હિંસાનો છે આરોપ

કોલકત્તા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે જો 15 દિવસની અંદર શમી કોર્ટમાં હાજર ન થાય તો તેની ધરપકડ કરી લેવામાં આવે. 
 

મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ, ઘરેલૂ હિંસાનો છે આરોપ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે સોમવાર મુશ્કેલી લઈને આવ્યો છે. શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. હકીકતમાં શમી વિરુદ્ધ ઘરેલૂ હિંસાનો કેસ નોંધાયેલો છે. મહત્વનું છે કે 2018મા મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ મારપીટ, રેપ, હત્યાનો પ્રયત્ન અને ઘરેલૂ હિંસા જેવા ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. હસીન જહાંએ શમી વિરુદ્ધ કેસ પણ દાખલ કરાવ્યો હતો. શમીના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. 

શમીની વિરુદ્ધ કોલતત્તા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટે શમીને 15 દિવસની અંદર સરેન્ડર કરવાનું કહ્યું છે. કોલકત્તા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે જો 15 દિવસની અંદર મોહમ્મદ શમી કોર્ટમાં હાજર ન થાય તો તેની ધરપકડ કરી લેવામાં આવે. પાછલા વર્ષે કોલકત્તા પોલીસે હસીન જહાંની ફરિયાદ બાદ શમી પર આઈપીસીની સાત કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

— ANI (@ANI) September 2, 2019

હસીન જહાંએ શમી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. શમી વિરુદ્ધ આઈપીસીની કલમ 498 એ અને કલમ 354 હેઠળ કેસ નોંધાયેલો છે, જ્યારે તેના ભાઈ પર કલમ 354 હેઠળ મામલો નોંધાયેલો છે. હસીન જહાંએ પોતાના પતિ અને ક્રિકેટર મોહમ્મદ શમી પર શારીરિક શોષણ કરવા અને તેને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ હસીન જહાંએ શમી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

હસીન જહાંના આ ગંભીર આરોપો બાદ બીસીસીઆઈએ તેનો વાર્ષિક કોન્ટ્રાક્સ રદ્દ કરી દીધો હતો, પરંતુ બાદમાં બોર્ડે તેને ક્લીન ચિટ આપતા બી-ગ્રેડ કોન્ટ્રાક્સમાં સમાવેશ કર્યો હતો. ત્યારબાદ શમીએ આઈપીએલમાં ધમાલ મચાવી અને પછી આઈસીસી વિશ્વ કપમાં હેટ્રિક પણ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news