નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કેફ આજે પોતાનો 38મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ વર્ષે જુલાઈમાં કેફે ક્રિકેટમાંથી નિવૃતી લઈ લીધી હતી અને તે ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટ્રીમાં નવી ઈનિંગ રમી રહ્યો છે. સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ટીમમાં સ્થાન મેળવનાર કેફ પોતાની ચુસ્ત ફીલ્ડિંગ માટે જાણીતો છે. આ સિવાય તે મિડલ ઓર્ડરમાં શાનદાર બેટ્સમેન રહ્યો છે. કેફ આશરે 12 વર્ષ પહેલા ભારતીય ટીમ માટે અંતિમ મેચ રમ્યો હતો. તેણે ભારત માટે 13 ટેસ્ટ, 125 વનડે મેચ રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2003 વર્લ્ડ કપમાં કેફે ભારત માટે ફીલ્ડિંગ અને પોતાની બેટિંગથી શાનદાર ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમ આ વિશ્વકપમાં ઉપ વિજેતા રહી હતી. પરંતુ કેફની સૌથી શાનદાર ઈનિંગ 2002માં લોર્ડ્સના મેદાન પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ નેટવેસ્ટ સિરીઝના ફાઇનલમાં જોવા મળી, જ્યારે તેણે ભારતને ખિતાબી જીત અપાવી હતી. 


લોર્ડ્સના મેદાન પર રમાયેલી આ ઈનિંગ કેફની પણ સૌતી ફેવરિટ ઈનિંગ હતી. 13 જુલાઈ 2002ના ભારત નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ મેચ રમી રહ્યું હતું અને યજમાન ઈંગ્લેન્ડે તેને 326 રનનો પડકાર આપ્યો હતો. ટીમ ઈન્ડિયા સહેવાગ અને ગાંગુલીની જોડીએ સારી શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. 


વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કરીને કેફને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.


IND vs AUS: જ્યારે ઓસ્ટ્રેલિયામાં આટલા મોટા વિવાદ બાદ પણ સિરીઝ હારી ગયું હતું ભારત


અહીંથી ભારતને 52 બોલમાં 59 રનની જરૂર હતી. કેફ સારૂ રમી રહ્યો હતો અને તેણે હરભજનની સાથે મળીને ભારતને ટાર્ગેટની નજીક લઈ ગયા હતા. ભજ્જી આઉટ થયો ત્યારે ભારતને જીત માટે 12 રનની જરૂર હતી અને 15 બોલ બાકી હતી. આ વચ્ચે કુંબલે ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. 



પરંતુ કેફે હિંમત ન હારી અને તેણે ઝહીર ખાન (4*)ની સાથે મળીને ભારતને 3 બોલ બાકી રહેતા જીત અપાવી દીધી હતી. 75 બોલમાં 87* રનની ઈનિંગમાં કેફે 6 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. આ મેચમાં વિજયી ઈનિંગ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કેફના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તેણે 13 ટેસ્ટમાં 32ની એવરેજથી 2753 રન બનાવ્યા. તો 125 વનડેમાં તેની એવરેજ 32ની રહી હતી.