નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) આજે પોતાનો 32મો બર્થડે ઉજવી રહ્યો છે. તેનો જન્મ 6 ડિસેમ્બરે 1988ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો. તેણે ભારત માટે 49 ટેસ્ટ, 168 વનડે અને 50 ટી20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. હાલ તે માથામાં થયેલી ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાંથી બહાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2009માં રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પોતાની બોલિંગ અને બેટિંગથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અમીટ છાપ છોડી છે. અમે અહીં કેટલીક એવી મેચો વિશે જણાવીએ છે જેમાં તે ટીમ ઈન્ડિયા માટે સંકટમોચક સાબિત થયા હતો.


વર્ષ 2014માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ  (IND vs NZ)
ઓકલેન્ડમાં રમાયેલી આ મેચમાં ભારતે જીત માટે 315 રન કરવાના હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના 6 બેટ્સમેન 184 રનના સ્કોર પર પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આ મેચમાં જાડેજાએ 66 રનની ઈનિંગ રમી હતી અને રવિચંદ્રન અશ્વિન સાથે મળીને 85 રનની મહત્વની ભાગીદારી નોંધાવી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચ ડ્રો ગઈ અને જાડેજાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. 


Ind vs Aus: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જાડેજા ટી-20 સિરીઝમાંથી બહાર, આ ખેલાડીને મળી તક


વર્ષ 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ (IND vs ENG)
મોહાલી ટેસ્ટમાં જ્યારે ભારત  અને ઈંગ્લેન્ડની ટીમ આમને સામને હતી. ટીમ ઈન્ડિયાની પહેલા દાવમાં 204 રનના સ્કોરમાં 6 વિકેટ પડી ગઈ હતી અને તે ઈંગ્લેન્ડથી હજુ 77 રન પાછળ હતી. ત્યારે રવિન્દ્ર જાડેજાએ શાનદાર 90 રનની ઈનિંગ રમી અને અશ્વિન સાથે મળીને ટીમનો સ્કોર 417 પર પહોંચાડ્યો હતો. આ રીતે ભારતને મહત્વની 134 રનની લીડ મળી હતી. જાડેજાની આ ઈનિંગના કારણે તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો. ભારતે આ મેચ 8 વિકેટથી જીતી હતી. 


વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ (IND vs AUS)
હાલમાં જ 4 ડિસેમ્બરના રોજ રમાયેલી ટી-20 મેચને જ જોઈ લો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના 5 વિકેટ 92 રન પર પડી ગઈ હતી. આવામાં રવિન્દ્ર જાડેજાએ એકવાર ફરીથી મોરચો સંભાળ્યો અને 23 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા. આ રીતે ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 161/7 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 150 રન જ કરી શકી. ભારતે આ મેચ 11 રનથી જીતી. આ સફળતામાં રવિન્દ્ર જાડેજાનું મહત્વનું યોગદાન હતું. જો કે માથામાં ઈજાના કારણે તે બોલિંગ કરી શક્યો નહી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube