મુંબઈઃ દેશભરમાં આજે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. લોકો પોતાના ગુરૂઓને યાદ કરી રહ્યાં છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ પોતાના બાળપણના કોચ રમાકાંત આચરેકરને ગુરૂ પૂર્ણિમાના અવસર પર યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. ભારત રત્ન અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને તેના મિત્ર વિનોદ કાંબલીને ક્રિકેટના પાઠ ભણાવનાર રમાકાંત આચરેકરનું નિધન આ વર્ષે જાન્યુઆરીમાં થયું હતું. આચરેકર 87 વર્ષના હતા. 


ગુરૂ પૂર્ણિમાના અવસર પર સચિને પોતાના કોચની સાથે ફોટો શેર કરતા તેમનો આભાર માન્યો છે. સચિને લખ્યું, 'ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ: ગુરુદેવો મહેશ્વર:! ગુરુ: સાક્ષાત પરબ્રહ્મા તસમૈ શ્રીગુરુ વે નમ:' પોતાના ટ્વીટમાં સચિને આગળ લખ્યું, 'ગુરૂ તે હોય છે જે શિષ્યમાં અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે. તે ગુરૂ બનવા માટે, મને માર્ગ દેખાડવા માટે અને મને તે બનાવવા માટે જે હું આજે છું... આભાર આચરેકર સર.'


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર