નવી દિલ્હી: દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી આજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. હરભજન સિંહે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી. આ સાથે જ તેની 23 વર્ષની કરિયરનું સમાપન થયું. 


41 વર્ષના હરભજન સિંહે લખ્યું કે તમામ સારી ચીજો ખતમ થઈ જાય છે અને આજે હું ખેલમાંથી વિદાય લઉ છું. જેણે મને જીવનમાં બધુ આપ્યું છે, હું તે તમામનો આભાર માનવા ઈચ્છું છું. જેમણે આ 23 વર્ષ લાંબી યાત્રાને સુંદર અને યાદગાર બનાવી, તમારો હ્રદયપૂર્વક આભાર. હરભજન સિંહ આગામી આઈપીએલ સીઝન માટે કોઈ એક ટીમ સાથે કોચ કે મેન્ટર તરીકે જોડાઈ શકે છે. હરભઝન સિંહે ભારત માટે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2016માં UAE વિરુદ્ધ એશિયા કપ ટી20માં રમી હતી. હરભજન ગત આઈપીએલ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube