નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલી હિંદુ-મુસ્લિમની ચર્ચાને લઈને ક્રિકેટર હરભજન સિંહે નિવેદન આપ્યું છે. હરભજન સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, હિંદુ-મુસ્લિમ રમવાનું છોડો અને ક્રોએશિયા પાસેથી કંઇક શીખો. મહત્વનું છે કે, માત્ર 50 લાખની વસ્તી ધરાવતો દેશ ક્રોએશિયા ફુટબોલ વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી ગયો છે. ત્યારે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં પણ આ વાતની ચર્ચા હતી કે, માત્ર 50 લાખની વસ્તી ધરાવતો દેશ ફુટબોલની ફાઇનલ રમી રહ્યો છે અને ભારતમાં હિંદુ-મુસ્લિમ રમાઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટર હરભજન સિંહે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટ કરીને લખ્યું કે, 'લગભગ 50 લાખની વસ્તીવાળો દેશ ક્રોએશિયા ફુટબોલ વર્લ્ડ કપમાં ફાઇનલ રમશે અને આપણે 135 કરોડ લોકો હિંદુ-મુસ્લમાન રમી રહ્યાં છીએ. સોચ બદલો દેશ બદલશે.'



મહત્વનું છે કે, ક્રોએશિયા 1991માં આઝાદ થયો હતો. ક્રોએશિયાની ટીમે ફીફા વિશ્વકપ 2018માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પોતાના પ્રદર્શનના દમ પર પ્રથમવાર વિશ્વકપના ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.