નવી દિલ્હીઃ દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે, એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પસંદગી સમિતિના રાષ્ટ્રીય ટીમ પસંદગીના માપદંડ તેને સમજાતા નથી. પસંદગીકારોએ અફગાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાષ્ટ્રીય ટીમમાં રહેલા કરૂણ નાયરને સતત છ મેચોમાં અંતિમ ઇલેવનમાં તક આવ્યા વગર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાંથી બહાર કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરભજને મંગળવારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, આ તેવું રહસ્ય છે જેને હલ કરવાની જરૂર છે. ત્રણ મહિના સુધી બેન્ચ પર બેઠેલો ખેલાડી એટલો ખરાબ કેમ હોઈ શકે છે કે તે ટીમમાં બન્યા રહેવાને પણ લાયક નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં 700થી વધુ વિકેટ ઝડપનાર બોલરે કહ્યું, વિશ્વાસ કરો, રાષ્ટ્રીય ટીમની પસંદગી માટે આ પસંદગી સમિતિ જે પ્રકારના માપદંડ અપનાવી રહી છે તેનાથી મને તેના વિચાર પર દયા આવે છે. 


ટર્બનેટરના નામથી ઓળખાતા આ ખેલાડીએ કહ્યું કે, તે નાયરના દુખને સમજી શકે છે. જે ટેસ્ટ ક્રિકેટમાં વીરેન્દ્ર સહેવાગ બાદ ત્રેવડી સદી ફટકારનાર બીજો ભારતીય છે. તેમણે કહ્યું, મને લાગે છે કે અલગ-અલગ ખેલાડીઓની પસંદગી માટે અલગ-અલગ માપદંડો અપનાવવામાં આવી રહ્યાં છે. કેટલાક ખેલાડી એવા હોય છે જેને સફળ થવા માટે ઘણી તક આપવામાં આવે છે જ્યારે બીજાને અસફળ બનવા માટે એકપણ તક આપવામાં આવતી નથી. આ યોગ્ય નથી. 


હરભજને સવાલ કર્યો, જો હનુમા વિહારી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં સફળ ન થાય તો તમે શું કરશો? હું કોઈપણ ખેલાડી માટે આમ ઈચ્છતો નથી. મારી શુભકામનાઓ વિહારીની સાથે છે. તેમણે કહ્યું, જો વિહારી સફળ નહીં થાય તો શું ફરી નાયરને પસંદ કરવામાં આવશે, તેવામાં તે શું ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આત્મવિશ્વાસ સાથે જશે. હરભજને આશા વ્યક્ત કરી કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ટીમ પસંદગી સાથે જોડાયેલા તમામ લોકો સુધાર કરશે.