નવી દિલ્હી: અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે (Harbhajan singh)સ્પષ્ટતા કરી કે પંજાબ સરકારે આ વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (Rajiv Gandhi Khel Ratna Award) માટે તેનું નામાંકન પાછું ખેંચવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે તે દેશના સર્વોચ્ચ ખેલ સન્માનની પાત્રતાનવા માપદંડો પર ખરો ઉતરતો નથી. હરભજને ટ્વિટ કરીને કહ્યું કે 'મને એટલા બધા ફોન આવી રહ્યાં છે કે પંજાબ સરકારે મારું નામ ખેલ રત્ન નામાંકનથી પાછું કેમ ખેંચી લીધુ. સત્ય એ છે કે હું ખેલ રત્ન માટે યોગ્ય નથી. જેમાં મુખ્યત્વે છેલ્લા 3 વર્ષના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનને જોવામાં આવે છે.'


ભાઈ સ્નેહાશીષને કોરોના, હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે સૌરવ ગાંગુલી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

40 વર્ષના આ ક્રિકેટરે કહ્યું કે પંજાબ સરકારની તેમાં કોઈ ભૂલ નથી. કારણ કે તેમણે યોગ્ય કારણથી મારું નામ હટાવ્યું છે. મીડિયામાં મારા મિત્રોને હું ભલામણ કરીશ કે તેઓ અટકળો ન કરે. પંજાબના ખેલમંત્રી રાણા ગુરમીત સિંહ સોઢીએ કહ્યું કે 'હરભજનનો ઈમેઈલ મળ્યા બાદ જ તેમનું નામ પાછું ખેંચવામાં આવ્યું. તેમણે કહ્યું કે અમે તેમનું નામાંકન મોકલ્યું હતું પરંતુ તે પસંદગી સમિતિ પાસે જાય તે પહેલા જ હરભજને અમને નામાંકન પાછું ખેંચવા માટે કહ્યું હતું.'


સૌરવ ગાંગુલીએ ધોનીને થાળીમાં સજાવીને આપી વિનિંગ ટીમઃ કૃષ્ણમાચારી શ્રીકાંત


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube