Hardik Pandya and Natasa Stankovic: હાર્દિક પંડ્યા, જે ટી20 વિશ્વકપ 2024 બાદ વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. ટ્રોલ કરનાર ફેન્સે પણ હવે હાર્દિકની માફી માંગી લીધી છે અને તેના ટેલેસ્ટનો સ્વીકાર કર્યો છે. વાનખેડેમાં હૂટિંગ બાદ હવે હાર્દિક-હાર્દિકના નારા જોવા મળ્યા છે. પરંતુ હજુ એક મુદ્દો ચર્ચામાં છે તે છે હાર્દિક અને નતાશાનો વિવાદ. ટી20 વિશ્વકપ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાને શુભેચ્છા આપનારની લાઇન લાગી હતી. પરંતુ તેની પત્નીની કોઈ પોસ્ટ જોવા મળી નથી. હવે હાર્દિકે પોતાના પરિવાર સાથે ટી20 વિશ્વકપમાં જીતની ઉજવણી કરી તો નતાશા ગાયબ જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહિનાથી ઉડી રહી છે અફવાઓ
નતાશા અને હાર્દિક વચ્ચે અણબનાવના સમાચાર ત્યારથી ઉડી રહ્યાં છે, જ્યારથી હાર્દિક પોતાના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. આઈપીએલ 2024 પહેલા હાર્દિકને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. આ વચ્ચે હાર્દિક અને નતાશાના જીવનમાં બધુ બરાબર ન હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. બંનેએ હજુ સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી. નતાશાને જ્યારે આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો તો તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું. આ દરમિયાન નતાશા પોતાના કોઈ મિત્ર સાથે જોવા મળી હતી. આ પહેલા નતાશા હાર્દિકને સપોર્ટ કરવા માટે આઈપીએલ જોવા પહોંચતી હતી. પરંતુ તે આઈપીએલ 2024 અને વિશ્વકપમાં જોવા મળી નહીં. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની તો પણ નતાશાની કોઈ પ્રતિક્રિયા સામે આવી નહીં.



હાર્દિકે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મુંબઈમાં ફેન્સની સાથે જીતનો જશ્ન મનાવ્યા બાદ પરિવારની સાથે પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં હાર્દિકે પોતાના પુત્ર અગસ્ત્યના ગળામાં મેડલ પહેરાવ્યો છે. તો હાર્દિકની ભાભી પંખુડી શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ પહેલા પંખુડીએ ફાઇનલમાં ભારતની જીત થઈ ત્યારે ટીમને ચેમ્પિયન બનવાની શુભેચ્છા આપી હતી.



ક્રુણાલ પંડ્યાએ કરી ભાવુક પોસ્ટ
હાર્દિક પંડ્યાના ચેમ્પિયન બન્યા બાદ ક્રુણાલ પંડ્યા ભાવુક થઈ ગયો હતો. તેણે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી છે. હાર્દિક પંડ્યાની ક્રિકેટ જર્ની વિશે પણ લખ્યું છે.