નવી દિલ્હીઃ કહેવામાં આવે છે કે પાકિસ્તાન વિરુદ્ધ વિનિંગ પ્રદર્શન કરનાર ખેલાડી ભારતનો સૌથી મોટો હીરો હોય છે, આ વાત સત્ય છે. હાર્દિક પંડ્યાને જુઓ. એશિયા કપના મહામુકાબલામાં સિક્સ ફટકારી ભારતને જીત અપાવનાર હાર્દિક પંડ્યા કોમર્શિયલ પિચ પર હિટ થઈ ગયો છે. મેચ જીત બાદ ઘણી મોટી બ્રાન્ડ તેને સાઇન કરવા માટે લાઇનમાં લાગી છે, તો સોશિયલ મીડિયા પોસ્ટની ફીમાં પણ વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રિપોર્ટ અનુસાર પંડ્યાના બ્રાન્ડ મેનેજર RISE સ્પોર્ટ્સ તરફથી કહેવામાં આવ્યું, છેલ્લા કેટલાક દિવસથી 6-7થી વધુ બ્રાન્ડ ભારતીય ઓલરાઉન્ડરને સાઇન કરવા લાઇનમાં લાગી છે. પંડ્યાની એન્ડોર્સમેન્ટ ફી પણ આસમાને પહોંચી છે. હવે તે લગભગ 2 કરોડ રૂપિયા એક દિવસની ફીના રૂપમાં ચાર્જ કરી રહ્યો છે. 


30-40% વધી બ્રાન્ડ વેલ્યૂ
રિપોર્ટ અનુસાર તેની બ્રાન્ડ વેલ્યૂમાં 30-40 ટકાનો વધારો થયો છે. તે એટલો મોટો સ્ટાર બની ગયો છે કે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફીના રૂપમાં કંપનીઓ લગભગ 2 કરોડ રૂપિયા પ્રતિ દિવસ પ્રમાણે પેમેન્ટ કરી રહી છે. તે દરેક બ્રાન્ટ માટે લગભગ 2 દિવસનો સમય લે છે, એટલે કે તેને એક બ્રાન્ડ દ્વારા 4 કરોડ રૂપિયા મળે છે. હાલ હાર્દિક 8-10 બ્રાન્ડને એન્ડોર્સ કરે છે અને આવનારા દિવસોમાં અન્ય બ્રાન્ડની જાહેરાત કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ જે મેદાન પર ગુજરાતના દીકરાએ દેખાડ્યો દમ, આ જ મેદાન પર તેને સ્ટ્રેચર પર લઈ જવાયો હતો  


સોશિયલ  મીડિયા પર એક પોસ્ટની ફી 40 લાખ
હાર્દિક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પ્રચારની ફી લગભગ 50 લાખ રૂપિયા પ્રતિ પોસ્ટ છે. પંડ્યા હવે વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ ત્રીજો સૌથી વધુ ફોલો થનારો સક્રિય ભારતીય ક્રિકેટર છે. 


હાર્દિક પંડ્યા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ
પંડ્યાને સોમવારે મેન્સ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ અને વિલેનનો બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો. આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનાર કેપ્ટનની બ્રાન્ડ વેલ્યૂમાં હજુ વધારો થવાની આશા છે. તેના મેદાન પર સારા પ્રદર્શને તેને ભારતીય એન્ડોર્સમેન્ટની દુનિયામાં વધુ પ્રખ્યાત કરી દીધો છે. તેની પાસે હાલ boAT, મોન્સ્ટર એનર્જી, ગલ્ફ ઓયલ અને ડ્રીમ 11 સહિતની ઘણી કંપનીઓ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube