હાર્દિક પંડ્યાની ઈજાએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું! આટલી મેચોમાંથી થયો બહાર
Hardik Pandya WC 2023: હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. હવે તે આગામી ત્રણ મેચમાંથી પણ બહાર થઈ શકે છે. જેને કારણે ભારતને એક ઓલરાઉન્ડરનો ફટકો પડશે.
Hardik Pandya World Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ પાંચ મેચ રમી છે અને તમામમાં જીત મેળવી છે. ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે. પંડ્યાની ઈજા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે. એક રિપોર્ટ અનુસાર પંડ્યા ઈજાના કારણે આગામી ત્રણ મેચમાંથી બહાર થઈ શકે છે. તે ન્યૂઝીલેન્ડ સામે રમ્યો ન હતો અને હવે તે ઈંગ્લેન્ડ સામેની મેચ માટે મેદાનમાં ઉતરશે નહીં.
નવરાત્રિ પૂરી થતાં જ ડુંગળી લાલચોળ! ડુંગળીનો ભાવ 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો
15 મિનિટમાં 3.5 લાખ કરોડ સ્વાહા : છઠ્ઠા દિવસે પણ શેરબજારમાં કત્લેઆમ ચાલુ
હાર્દિક હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોરમાં છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર અનુસાર, પંડ્યાના પગની ઘૂંટીમાં ગ્રેડ 1 લિગામેન્ટ ફાટી ગયું છે. તેના પગની ઘૂંટીમાં ઘણો સોજો છે. આ કારણે પણ દુખાવો થાય છે. જો કે, સારી વાત એ છે કે કોઈ ફ્રેક્ચર નથી. એનસીએના અધિકારીએ જણાવ્યું કે પંડ્યાની ઈજા થોડી ગંભીર હોઈ શકે છે. જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય ત્યાં સુધી તેઓ રમી શકશે નહીં.
આ રાશિની છોકરીઓ પતિ માટે સાબિત થાય છે ભાગ્યશાળી , લગ્ન પછી પતિનું બદલી નાખે છે નસીબ
શરદ પૂર્ણિમા પર દેવી લક્ષ્મી 6 શુભ યોગમાં ઘરમાં પગલાં માંડશે, આ સંકેત દેખાય તો એલર્ટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો.હાલમાં તેમના વાપસી અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. ભારતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા હતા. હવે ટીમ ઈન્ડિયા લખનૌ મેચ માટે રવિચંદ્રન અશ્વિનને તક આપી શકે છે.
હાહાકાર મચાવશે 28 ઓક્ટોબરનું ચંદ્ર ગ્રહણ, અત્યારેથી સાવધાન રહે આ રાશિના લોકો
Astro Tips: ક્યારેય નહી આવે કંગાળી, ભાગ્ય હંમેશા આપશે સાથે, બસ સવારે જરૂર કરો આ 5 કામ
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેણે પાંચ મેચ રમી છે અને ચાર મેચ રમવાની બાકી છે. ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ પછી અફઘાનિસ્તાનનો 8 વિકેટે પરાજય થયો હતો. તેણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડને પણ હરાવ્યા હતા. ઈંગ્લેન્ડ બાદ ભારતે શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામે મેચ રમવાની છે.
Red Chilli: સાંધાના દુખાવા અને હાર્ટ માટે ફાયદાકારક છે લાલ મરચાં, જાણો શાનદાર લાભ!
Turmeric: માપમાં કરો હળદરનું સેવન, નહીંતર ઉંઘી થશે અસર, ફાયદાને બદલે થશે નુકસાન
મજબૂરીમાં મોડલ બની હતી Raveena Tandon, આ સુપરસ્ટારે ખૂબ મનાવી ત્યારે બની હીરોઇન
દરરોજ નાભિમાં લગાવો આ વસ્તુ, ઉતારી ફેંકશે આંખોના નંબર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube