નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી રહેલો હાર્દિક પંડ્યાની મુશ્કેલી સતત વધી રહી છે. પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-2024માં અત્યાર સુધી 6માંથી માત્ર બે મેચમાં જીત મેળવી છે. સાથે પંડ્યા પોતાની બોલિંગ અને બેટિંગમાં પણ ફ્લોપ જોવા મળી રહ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં તેની ઉપર હવે આ વર્ષે યોજાનાર ટી20 વિશ્વકપમાંથી બહાર થવાની તલવીર લટકી રહી છે. આ વાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ બેઠકમાં સ્પષ્ટ કરી દીધી છે. આ વર્ષે ટી20 વિશ્વકપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં થશે. આ ટૂર્નામેન્ટ જૂનમાં રમાશે. 


પંડ્યાની બોલિંગ પર પસંદગીકારોની નજર
આ બેઠક ચીફ સિલેક્ટર અજીત અગરકર, રોહિત શર્મા, રાહુલ દ્રવિડ સહિત બીસીસીઆઈના બાકી સભ્યો વચ્ચે થઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે પસંદગીકારોની બાજ નજર પંડ્યાની બોલિંગ પર છે. આ બેઠક બે કલાક ચાલી, જેમાં માત્ર ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર્સ પર ચર્ચા થઈ છે. 


આ પણ વાંચોઃ WATCH: 108 મીટર મોન્સ્ટર સિક્સ, ગર્જ્યું DK નું બેટ, ફટકારી સૌથી લાંબી સિક્સર


તેવામાં જણાવવામાં આવ્યું કે ટી20 વિશ્વકપ 2024માં હાર્દિક પંડ્યાની પસંદગી ત્યારે થશે, જ્યારે તે આઈપીએલની બાકીની મેચોમાં બોલિંગથી કમાલ દેખાડશે. પસંદગીકારોનું માનવું છે કે પંડ્યાની ટીમમાં વાપસી ત્યારે થશે, જ્યારે તે સતત સારી બોલિંગ કરે. 


પંડ્યા નિયમિત બોલિંગ કરી રહ્યો નથી
આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યાનું અત્યાર સુધી પ્રદર્શન સાધારણ રહ્યું છે. મુંબઈએ પાછલી મેચ ચેન્નઈ સામે રમી હતી, જેમાં પંડ્યાએ ઈનિંગની છેલ્લી ઓવરમાં બોલિંગ કરી હતી. તેમાં એમએસ ધોનીએ સતત ત્રણ સિક્સ ફટકારી હતી તો ફેન્સ પંડ્યાને ટ્રોલ કરવા લાગ્યા હતા. હાર્દિક પંડ્યાએ આઈપીએલની છમાંથી 4 મેચમાં બોલિંગ કરી છે. તેણે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 3 અને હૈદરાબાદ વિરુદ્ધ 4 ઓવર બોલિંગ કરી હતી. પછી આગામી બે મેચમાં બોલિંગ કરી નહીં. ત્યારબાદ બેંગલુરૂ વિરુદ્ધ માત્ર એક ઓવર ફેંકી હતી. તો ચેન્નઈ વિરુદ્ધ ત્રણ ઓવર બોલિંગ કરી હતી.