WATCH: 108 મીટર મોન્સ્ટર સિક્સ, ચિન્નાસ્વામીમાં ગર્જ્યું DK નું બેટ, ફટકારી સૌથી લાંબી સિક્સર
RCB VS SRH: રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ માટે આઇપીએલ 2024 માં રમી રહેલા દિનેશ કાર્તિકનું બેટ જોરદાર બોલી રહ્યું છે. સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ ભલે જ RCB ને હાર સહન કરવી પડી, પરંતુ દિનેશ કાર્તિકે પોતાના બેટ વડે ફેન્સને ખૂબ એન્ટરટેન કર્યા. તેમણે IPL 2024 ની સૌથી લાંબી સિક્સર ફટકારી દીધી.
Trending Photos
Dinesh Karthik Six Video: આઇપીએલ 2024 ના 30મા મુકાબલો અત્યાર સુધીનો સૌથી રોમાંચક મેચ રહી. આ મેચમાં રન અને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો. સનરાઇઝર્સ હૈદરાબાદ આઇપીએલ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવતાં બોર્ડ પર 287 રન ફટકાર્યા તો ટાર્ગેટનો પીછો કરતાં RCB એ પણ છેલ્લે સુધી લડાઇ લડી. RCB એ આ મેચમાં દિનેશ કાર્તિકની તોફાની 83 રનની ઇનિંગથી 262 રન બનાવ્યા. એક તરફ આ મેચમાં 549 રન બન્યા, જે કોઇપણ ટી20 મેચમાં બનેલા સૌથી વધુ રનનો રેકોર્ડ છે, તો બીજી તરફ કાર્તિકે આ સીઝનની સૌથી લાંબી સિક્સર ફટકારી.
A 1⃣0⃣8⃣m monster! 💥
The bowlers can finally breathe at the Chinnaswamy as the batting carnage comes to an end! 🥶
Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/lclY9rs2Kf
— IndianPremierLeague (@IPL) April 15, 2024
કાર્તિકનો 108 મીટર સિક્સ
દિનેશ કાર્તિકે ઈનિંગની 16મી ઓવરના પહેલા બોલ પર IPL 2024નો સૌથી લાંબી સિક્સ ફટકારી હતી. ફાસ્ટ બોલર ટી નટરાજન આ ઓવર નાખી રહ્યો હતો. કાર્તિકે મિડ-વિકેટ તરફ મોટો શોટ માર્યો હતો. બોલ સીધો સ્ટેડિયમની છત સાથે ટકાર્યો અને નીચે પડ્યો. કાર્તિકનો આ છગ્ગો 108 મીટરની ઝડપે નોંધાયો હતો. કાર્તિકે આ મેચમાં તોફાની બેટિંગ કરી અને 35 બોલમાં 83 રન બનાવ્યા જેમાં 5 ફોર અને 7 સિક્સ સામેલ હતી. જોકે, તેની ઇનિંગ્સ આરસીબીને જીત સુધી લઈ જવા માટે પૂરતી ન હતી. કાર્તિકે આ મેચમાં માત્ર 23 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા.
Citroen C3 Aircross ખરીદવી કે નહી? જાણો તેના 5 પોઝિટિવ, 2 નેગેટિવ
સસ્તી 4x4 SUV લેવી છે? આ છે સૌથી વ્યાજબી, Scorpio-N પણ લિસ્ટમાં
ક્લાસેને ફટકારી 106 મીટર લાંબી સીક્સર
આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેને પણ પોતાનો દમ બતાવતાં 106 મીટર લાંબી સિક્સર ફટકારી. આ સિક્સર સાથે તેમણે વેંક્ટેશ ઐય્યર અને નિકોલસ પુરને આટલા જ મીટરની સિક્સર ફટકારી અને સિક્સની બરાબારી કરી લીધી. ક્લાસેને આ મેચમાં વિસ્ફોટક બેટીંગ કરતાં ફક્ત 31 બોલમાં 67 રનની ઇનિંગ રમી, જેમાં 7 સિક્સર અને 2 ચોગ્ગા સામેલ હતા. ક્લાસેન ઉપરાંત ટ્રેવિસ હેડે તોફાની સદી ફટકારી. તેમણે 41 બોલમાં 9 ચોગ્ગા અને 8 સિક્સરની મદદથી 102 રન બનાવ્યા. જેને હૈદરાબાદની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.
OFFER: iPhone 15 ને સૌથી સસ્તામાં ખરીદવાની તક, આ રીતે મળશે 50 હજારનું ડિસ્કાઉન્ટ
કંબોડિયામાં 'અપ્સરા' બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાની
IPL 2024 ની ટોપ-5 સૌથી લાંબી સિક્સ
દિનેશ કાર્તિક - 108 મીટર
હેનરિક ક્લાસેન - 106 મીટર
વેંકટેશ અય્યર - 106 મીટર
નિકોલસ પૂરન - 106 મીટર
ઇશાન કિશન - 103 મીટર
Rats In New York: ઉંદરોએ ન્યૂયોર્કવાસીઓનું જીવવું કરી દીધું હરામ, સરકાર કરશે નસબંધી
✈ બાઇક કરતાં પણ સસ્તી હવાઇ મુસાફરી, ફક્ત 150 રૂપિયામાં માણો ફ્લાઇટની મજા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે